Back

ⓘ સ્થાપત્ય - ભારતનું સ્થાપત્ય, મુઘલ સ્થાપત્ય, ગુજરાતનું સ્થાપત્ય, હઠીસિંહનાં દેરાં, જામનગર, મધુસૂદન ઢાંકી, પાલીતાણા, હુમાયુનો મકબરો, વાવ, અમદાવાદની ગુફા, ઈંટ ..                                               

ભારતનું સ્થાપત્ય

ભારતના સ્થાપત્ય ના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓની નિરીક્ષણ અને અમલીકરણનું પરિણામ છે. અસંખ્ય સ્થાપત્ય શૈલીઓ અને પરંપરાઓમાં વિરોધાભાસી હિન્દુ મંદિર સ્થાપત્ય અને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય સૌથી જાણીતું છે. આ બંનેમાં હિંદુ મંદિર સ્થાપત્ય સંખ્યાબંધ પ્રાદેશિક શૈલીઓ પણ ધરાવે છે. હિન્દુ મંદિર સ્થાપત્ય મુખ્યત્વે દ્રવિડિયન અને નાગર શૈલીમાં ...

                                               

મુઘલ સ્થાપત્ય

                                               

ગુજરાતનું સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્ય માં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે. ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેની વસાહતો હરપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા છે. ગુજરાત સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ગુજરાતમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો હતો. બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગોથિક અને નિયોક્લાસિકલ સહિત યુરોપિયન શૈલીમાં ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇન્ડો-સારસેનિક સ્થાપત્યનો પણ વિકાસ થયો હતો. ૧૯૪૭માં આઝાદી પછી ગુજરાતમાં આધુનિકતાવાદી સ્થાપત્ય જોવા મળે છે.

                                               

હઠીસિંહનાં દેરાં

હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.

                                               

જામનગર

જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.

                                               

મધુસૂદન ઢાંકી

મધુસૂદન અમીલાલ ઢાંકી ભારતના ગુજરાત રાજ્યસ્થિત સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કળા ઉપર ઘણું લખ્યું હતું.

                                               

પાલીતાણા

પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે.

                                               

હુમાયુનો મકબરો

હુમાયુનો મકબરો એક ઇમારતો નો સમૂહ છે, જે મોગલ સ્થાપત્ય કળા / મોગલ વાસ્તુકળા થી સમ્બંધિત છે. આ નિઝામુદ્દીન, નવી દિલ્હી માં સ્થિત છે. ગુલામ વંશ ના સમયમાં આ ભૂમિ કિલોકરી કિલ્લામાં સ્થિત હતી, જેને નસીરુદ્દીન ના પુત્ર સુલ્તાન કેકૂબાદની રાજધાની હતી. અહીં મોગલ બાદશાહ હુમાયુ સમેત ઘણાં અન્યની પણ કબરો છે. આ સમૂહ વિશ્વ ધરોહર ઘોષિત છે, એવં ભારતમાં મોગલ વાસ્તુકળાનું પ્રથમ ઉદાહરણ છે. આ મકબરાની શૈલી એજ છે, જેણે તાજ મહેલ ને જન્મ દીધો. આ મકબરો હુમાયુની વિધવા હમીદા બાનો બેગમ ના આદેશાનુસાર બનાવાયો જે ૧૫૬૨માં બન્યો. આ ભવનના વાસ્તુકાર સૈયદ મુબારક ઇબ્ન મિરાક ઘિયાથુદ્દીન એવં તેમના પિતા મિરાક ઘુઇયાથુદ્દીન હતાં જેમ ...

                                               

વાવ

વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની મદદથી ચક્ર વડે કૂવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે. સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ તેમજ એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા માટે નું અંતર વધારે હોય, જ્યાં પીવા લાયક પા ...

                                               

અમદાવાદની ગુફા

અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે. તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું. અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.

                                               

કોઠારા (તા. અબડાસા)

કોઠારા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ ‍, I.T.I, ખાદી ગ્રામોધ્યાન, પ્રાથમીક કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનીક દવાખાનું તેમ જ સરહદ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

તેરા (તા. અબડાસા)

તેરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

અજંતાની ગુફાઓ

અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે. આની સાથે જ સજીવ ચિત્રણ પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે. નેશનલ જ્યૉગ્રાફિક અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ મ ...

                                               

ઇલોરાની ગુફાઓ

ઈલોરા એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફ઼ા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ ૧-૧૨, ૧૭ હિંદુ ગુફાઓ ૧૩-૨૯ અને ૫ જૈન ગુફાઓ ૩૦-૩૪ છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક ...

                                               

ઈંટ

ઈંટ એ માટીમાંથી બનાવવામાં આવતો ચોક્કસ આકાર હોય છે, જેનો ઉપયોગ મકાનની દીવાલ ચણવા માટે કરવામાં આવે છે. તે દિવાલ ચણવા માટે પથ્થર સિવાયનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રાચીન સમયનાં મકાનો અને કિલ્લાઓ પથ્થર કે ઈંટ વડે જ બનાવવામાં આવ્યા હતા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઈપૂર્વકનું બનાવવા માટે ઈંટનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો. માટીની બનેલી લંબચોરસ ઈંટ પણ પ્રાચીનકાળથી જ બાંધકામમાં વાપરવામાં આવે છે. માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. આ માટીમાંથી બનતી લાલ ઈંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને બીબાંમાં ઢાળીને તેમાંથી લંબચોરસ ઈંટો બનાવવામાં આવે છે. આ કાચી ઈંટને ૧૦૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ ...

                                               

કુતુબ મિનાર

કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે. આમાં ૩૭૯ પગથીયા છે. મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે, જેમાંથી અનેક આના નિર્માણ કાળ સન ૧૧૯૩ની પૂર્વેના છે. આ પરિસર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના રૂપમાં સ્વીકૃત કરાયું છે.

                                               

કૂવો

કૂવો અથવા કૂઈ અથવા કૂપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.

                                               

કો-તક-ઇન

કો-તક-ઇન એ જાપાનના કાનાગાવા રાજ્યના કામાકુરા નગરમાં આવેલ જોદો-શુ સંપ્રદાયનું બૌદ્ધ મંદિર છે. આ મંદિર તેના "વિશાળ બુદ્ધ" અર્થાત "દાઈબુત્સુ"大仏, Daibutsu, જે એક કાંસાની વિશાળ અમિતાભ બુદ્ધની પ્રતિમા છે, માટે જાણીતું છે. ખુલ્લા પરિસરમાં આવેલી આ પ્રતિમા જાપાનના સૌથી જાણીતા ચિહ્નોમાંની એક છે.

                                               

ખૂલ્લો હાથ સ્મારક

ખૂલ્લો હાથ સ્મારક ચંડીગઢ, ભારતમાં આવેલું સાંકેતિક સ્મારક છે, જે સ્થપતિ લિ કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ચંડીગઢ સરકારનું પ્રતિક છે જે "શાંતિ, સમૃદ્ધિ, અને એકતા આપવા અને સ્વિકારવા માટેનો હાથ" દર્શાવે છે.} આ શિલ્પ લિ કોર્બુઝિયરના આવાં ઘણાં ખૂલ્લા હાથનું પ્રતિક ધરાવતા શિલ્પોમાંનું સૌથી મોટું છે. તે ૨૬ મીટર ઊંચું છે. સ્મારકની કુલ ઉંચાઇ ૧૪ મીટર છે અને કુલ વજન ૫૦ ટન છે. આ સ્મારક પવન સાથે ફરી શકે તેવું બનાવવામાં આવ્યું છે.

                                               

ગુજરાતમાં વાવનો ઇતિહાસ

વાવ પગથિયાંવાળા પાણીના કૂવા છે. તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવની ઉત્પત્તિ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા શહેરોના જળાશયોની રચનામાં જોઈ શકાય છે. ગુજરાતના દક્ષિણી–પશ્ચિમી ક્ષેત્રોમાં વાવ નિર્માણની પ્રવૃત્તિઓ ઇ.સ. પૂર્વે ૬૦૦ ની આસપાસ જોઇ શકાય છે. અહીંથી તે ઉત્તર રાજસ્થાન અને ત્યારબાદ ઉત્તર–પશ્ચિમ ભારતમાં ફેલાતી જોવા મળે છે. ૧૦મી થી ૧૩મી સદીમાં ચાલુક્ય અને વાઘેલા વંશના શાસન દરમિયાન વાવ નિર્માણની પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે. ૧૧મી થી ૧૬મી સદીમાં આ પ્રવૃત્તિ તેની ચરમસીમા પર જોવા મળે છે. ૧૩મી ૧૬મી સદી સુધીના મુસ્લિ ...

                                               

પાળિયા

પાળિયા, પાળિયો અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં પણ પાળિયા જોવા મળે છે. તે મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો હોય છે. આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયા લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે.

                                               

પેટ્રોનાસ જોડિયા ટાવર

પેટ્રોનાસ જોડિયા ટાવર કે જે પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ તરીકે પણ ઓળખાય છે, તે મલેશિયા દેશની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર ખાતે આવેલી એક પ્રસિદ્ધ આધુનિક ઈમારત છે. આ ઈમારતની ગણના વિશ્વની સૌથી ઊંચી ઈમારતો પૈકીની એક છે. આ ઈમારતના નિર્માણ કાર્યમાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ૮૮ મજલાની ઈમારતના બંને ટાવરના ૪૧મા તથા ૪૨મા મજલાને એક બીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. ઈ. સ. ૧૯૯૮ તાઈપેઈ ૧૦૧ તરીકે પ્રસિદ્ધ ઈમારત ૧૦૪ મજલા પૂર્ણ થઈ ત્યાં સુધી આ ઈમારત દુનિયાની સૌથી ઊંચી ઈમારત હતી, અને આજે પણ આ પેટ્રોનાસ ટાવર દુનિયાની સૌથી ઊંચી જોડિયા ઈમારત છે.

                                               

બીબીનો મકબરો

બીબીના મકબરા નું નિર્માણ મોગલ બાદશાહ ઔરંગઝેબના શહેઝાદા આઝમશાહ દ્વારા, સત્તરમી સદીમાંના અંતિમ ભાગમાં થયું હતું. આ મકબરો આઝમશાહની મા અને ઔરંગઝેબની બેગમ, દિલરાસ બાનો બેગમની યાદમાં બનાવેલ મકબરો છે. આ તાજ મહેલની આકૃતિ પર આધારિત છે. આ મકબરો ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલો છે. આ અકબર અને શાહજહાંના કાળના શાહી નિર્માણમાં પહેલાના સાધારણ મોગલ સ્થાપત્યના ફેરફારોને દર્શાવે છે. તાજ મહેલ સાથે વારંવાર તેની તુલના કારણે તેની સુંદરતાને અવગણવામાં આવી છે.

                                               

ભમ્મરીયો કૂવો,મહેમદાવાદ

ભમ્મરીયો કૂવો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે આવેલું એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ ૧૫મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ પુરાતન અવશેષ મહેમદાવાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે.

                                               

ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર

ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર અંગ્રેજી: India International Trade Centre ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઈ ખાતે બાંધવામાં આવનાર એક ગગનચુંબી સૂચિત ઇમારતનું આયોજન છે. આ ૭૨ મજલાની ઇમારતની કુલ ઊંચાઈ ૩૨૦ મીટર જેટલી રાખવાનું આયોજિત કરવામાં આવેલ છે.

                                               

માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ

માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં દક્ષિણ ડાકોટા ખાતે કીસ્ટોન નજીકના ગ્રેનાઈટના પથ્થરો વડે બનેલા પર્વત પર કોતરકામ કરી બનાવવામાં આવેલ સ્મારક છે. આ સ્મારક ખાતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકન ના વિશાળ કદના એટલે કે ૧૮ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા ચહેરા જોવા મળે છે. આ સ્મારક નિર્માણનું કાર્ય ડૅનિશ-અમેરિકન ગટઝન બોર્ગ્લમ Gutzon Borglum અને તેના પુત્ર લિન્કોલીન બોર્ગ્લમ નામના શિલ્પીઓએ કર્યું હતું આ સમગ્ર સ્મારક 1.278.45 acres જેટલી જગ્યામાં ફેલાયેલ છે અને દરિયાઈ સપાટી થી 5.725 feet જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ સ્મારકની દેખરે ...

                                               

રણજીત વિલાસ પેલેસ

ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર આવેલા વાંકાનેર નગરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો. મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વપરાયા છે. મહેલનો દીવાનખંડ ખુબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રખાયેલા પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં ...

                                               

રાજાબાઇ ટાવર

રાજાબાઇ ટાવર દક્ષિણ મુંબઈમાં આવેલો ઘડિયાળ ટાવર છે. તે મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ પ્રાંગણમાં આવેલો છે. તેની ઊંચાઇ ૮૫ મીટર છે. આ મિનારાનો સમાવેશ મુંબઈના વિશ્વ ધરોહર સ્થળમાં થાય છે.

                                               

સમાનતાની મૂર્તિ

સમાનતાની મૂર્તિ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨ એકર વિસ્તારમાં 137.3 metres ઉંચી પ્રસ્તાવિત પ્રતિમા છે જે મુંબઈ, મહારાષ્ટ્રમાં બનાવવાની યોજના છે.આ પ્રતિમા ભારતના પ્રથમ કાનુન મંત્રી અને ભારતીય સંવિધાન સમિતિના પ્રમુખ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત છે. આ સ્થળ ડૉ. આંબેડકરના સમાધિ સ્થળ ચૈત્ય ભૂમિની નજીકમાં આવેલ છે. સ્મારકની જાહેરાત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ૧૮ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ કરી હતી. ત્યાર પછી ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ આ સ્મારકની શિલાન્યાસ વિધિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ કરી હતી અને સ્મારકનું કામ નવેમ્બર ૨૦૧૫માં શરૂ કર્યું હત ...

                                               

સીદીસૈયદની જાળી

સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.

                                               

સ્વતંત્રતાનું બાવલું

સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કે સ્વતંત્રતાનું બાવલું, જેને સત્તાવાર રીતે લિબર્ટી એનલાઈટનીંગ ધ વર્લ્ડ નામ આપવામાં આવ્યું છે, તે યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતીક છે. આ પ્રતિમા ન્યુ યોર્ક સિટી હાર્બરના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવી છે. આ પ્રતિમા યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા ઘોષણાપત્પર હસ્તાક્ષરની યાદ અપાવે છે. અમેરિકન ક્રાંતિ દરમિયાન સ્થાપિત બંને દેશોની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરવા માટે ફ્રાન્સના લોકોએ ૧૮૮૬ માં યુનાઇટેડ સ્ટેટ્સને તે ભેટ આપ્યું હતું. તે એક સ્ત્રી રજૂ કરે છે જે સ્ટોલા પહેરે છે, એક તાજ અને સેન્ડલ, આરોપીને તૂટેલી સાંકળથી પગતળે કચડી નાખે, અને સાથે મશાલ જમણા હાથમાં ધારણ કરી છે. ડાબા હાથમાં ટેબ્લ ...

                                               

હરિ નિવાસ મહેલ

હરિ નિવાસ મહેલ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ ખાતે આવેલ એક વિશાળ ઇમારત છે. આ મહેલની એક બાજુ પર તવી નદીનો કિનારો અને બીજી બાજુ ત્રિકુટની પહાડીઓ આવેલ છે. આ મહેલ જમ્મુ અને કાશ્મીરના છેલ્લા રાજા હરિસિંહ દ્વારા વીસમી સદીના પ્રારંભિક સમયમાં બંધાવવામાં આવ્યો હતો, જે અહીં વર્ષ ૧૯૨૫થી જૂના મુબારક મંડી મહેલ ખાતેથી રહેવા આવ્યા હતા. અહીં તેમણે બોમ્બે રહેવા જતાં પહેલાં તેમના કાશ્મીર વસવાટના છેલ્લા દિવસો પસાર કર્યા હતા. આ ઇમારત એક કલાત્મક માળખું ધરાવે છે. આ મહેલના મહારાજાના વંશજો દ્વારા વર્ષ ૧૯૯૦માં આ મહેલને એક હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. આ ઇમારતના મેદાન પર અમર મહેલ પેલેસ મ્ય ...

                                               

હાતગઢ

નાસિક જિલ્લામાં આવેલ સુરગાણા તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળાના પૂર્વ દિશામાંથી ડુંગરોની શરુઆતના થાય છે, જેને સાતમાળના ડુંગરો તરીકે ઓળખાય છે. આ ડુંગરોની ઉપશાખા પર એક હાતગઢ નામથી ઓળખાતો નાનો પર્વતીય કિલ્લો આવેલ છે.

ગિફ્ટ ડાયમંડ ટાવર
                                               

ગિફ્ટ ડાયમંડ ટાવર

ગિફ્ટ ડાયમંડ ટાવર ભારત દેશના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દરખાસ્ત મંજુર થયેલ એક ગગનચુંબી ઇમારત માટેનું આયોજન છે. આ ઇમારતનું નિર્માણ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી દ્વારા ધંધાકીય હેતુઓ માટે કરવામાં આવનાર છે.

બૌદ્ધનાથ, નેપાળ
                                               

બૌદ્ધનાથ, નેપાળ

બૌદ્ધનાથ નેપાળના પાટનગર કાઠમંડુના પૂર્વ ભાગમાં આવેલ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ તેમ જ તીર્થસ્થળ છે. આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપો પૈકીનો એક છે એવી સ્થાનિક માન્યતા છે. આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. આ સ્તૂપના નિર્માણ કાર્ય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આથી પાણી ન મળવાને કારણે ઝાકળના બિંદુઓથી આ સ્થાપત્ય બનાવવામાં આવ્યું હોવાની સ્થાનીક માન્યતા છે. આ સ્તૂપ ૩૬ મીટર ઊંચાઈ ધરાવતું સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે. બૌદ્ધનાથ, નેપાળ

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →