Back

ⓘ રાજકારણ - કનૈયાલાલ મુનશી, નેલ્સન મંડેલા, બર્ટ્રાન્ડ રસેલ, ગુજરાતનું રાજકારણ, કોલકાતા, એચ. એમ. પટેલ, નવિન પટનાયક, ચંદ્રકાંત બક્ષી, કમ્પ્યુટર સુરક્ષા, ભારતી ભૂષણ ..                                               

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.

                                               

નેલ્સન મંડેલા

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા. ક્ષોસા Xhosa સમુદાયનાં થેમ્બુ Thembu રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્ ...

                                               

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેક વિષયો પર ૪૦થી વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, સમાજવાદ, અણુ-નિ:શસ્ત્રીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ જૉન ...

                                               

ગુજરાતનું રાજકારણ

૧ મે ૧૯૬૦ના રોજ ભૂતપૂર્વ બૃહદ મુંબઇ રાજ્યના ૧૭ ઉત્તરીય જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું હતું. બાદમાં આ જિલ્લાઓના વધુ વિભાજન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં ‍‍, ૩૩ વહીવટી જિલ્લાઓ છે. અન્ય શહેરોથી વિપરીત, ગાંધીનગરની પોતાની વહીવટી સંસ્થા ધ કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન છે, જેની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૧૯૬૫માં ગાંધીનગરની શહેરમાં સંતુલિત અને શિસ્તબદ્ધ સંચાલન માટે કરવામાં આવી હતી. ગુજરાતનું સંચાલન ૧૮૨ સભ્યોની વિધાનસભા દ્વારા થાય છે. વિધાનસભાના સદસ્યો ધારાસભ્યો ૧૮૨ મતક્ષેત્રોમાંથી વયસ્ક મતદારો દ્વારા ચૂંટવામાં આવે છે, જે પૈકીના ૧૩ મતદાનક્ષેત્ર અનુસૂચિત જાતિ માટે અને ૨૬ અનુસૂચિત જનજાતિ મા ...

                                               

કોલકાતા

કોલકાતા દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે. બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબા ગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે. કોલકાતાનું નામ ઇતિહાસ ...

                                               

એચ. એમ. પટેલ

એચ. એમ. પટેલ તરીકે જાણીતા હીરુભાઇ મૂળજીભાઇ પટેલ ઇન્ડિયન સિવિલ સર્વિસના નિવૃત અધિકારી, રાજકારણ ક્ષેત્રે સંચાલક અને વહિવટકર્તા હતા. તેઓ મોરારજી દેસાઈની જનતા સરકારમાં નાણામંત્રી રહ્યાં.

                                               

નવિન પટનાયક

નવિન પટનાયક ભારતીય રાજકારણ ક્ષેત્રના એક જાણીતા વ્યક્તિ છે. તેઓ હાલના સમયમાં ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ આ પદ પર માર્ચ ૫, ૨૦૦૦થી પહેલી વાર બીરાજમાન થયા પછી સતત ત્રીજી વાર તેઓ મુખ્યમંત્રી બન્યા છે. આ ઉપરાંત તેઓ ઓરિસ્સા રાજ્યમાં વ્યાપ ધરાવતા બીજુ જનતા દળ નામથી ઓળખાતા રાજકીય પક્ષના વડા પણ છે. આ દળનું સંગઠન એમણે જ ઊભું કરેલ છે.

                                               

ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍હવે બનાસકાંઠા જિલ્લામાં ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા. કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુ ...

                                               

કમ્પ્યુટર સુરક્ષા

કમ્પ્યુટર સુરક્ષા, સાયબર સુરક્ષા અથવા ઇન્ફર્મેશન ટેકનોલોજી સુરક્ષા એ કોમ્પ્યુટરના હાર્ડવેર, સૉફ્ટવેર અથવા ઇલેક્ટ્રોનિક ડેટાની ચોરી અથવા નુકસાનથી કમ્પ્યુટર સિસ્ટમ્સનું રક્ષણ તેમજ તેઓ પ્રદાન કરેલા સેવાઓના વિક્ષેપ અથવા ખોટા નિર્દેશથી સુરક્ષિત કરે છે. કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇન્ટરનેટ અને બ્લુટુથ અને વાઇ-ફાઇ જેવા વાયરલેસ નેટવર્ક્સ અને સ્માર્ટફોન્સ, ટેલિવિઝન અને વિવિધ નાના ઉપકરણો સહિતના "સ્માર્ટ" ઉપકરણોના વિકાસને કારણે, આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વધારો થયો છે. રાજકારણ અને તકનીકના સંદર્ભમાં તેની જટીલતાને લીધે, તે સમકાલીન વિશ્વની મુખ્ય પડકારોમાંની એક છે.

                                               

બુદ્ધિપ્રકાશ

બુદ્ધિપ્રકાશ ની સ્થાપના ૧૮૫૦માં લીથોટાઇપ પાક્ષિક તરીકે થઇ હતી. આ સામયિકનો પ્રથમ અંક ૧૫ મે ૧૮૫૦ના રોજ અમદાવાદથી પ્રગટ થયો હતો. પ્રથમ અંકમાં ૧૬ પાનાંઓમાં ૨૬ વિષયો આવરાયા હતા જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઇને ફિલસૂફીનો સમાવેશ થતો હતો. તેની કિંમત પ્રતિ અંક ૧.૫ આના હતી. દોઢ વર્ષના પ્રકાશન પછી તે બંધ કરવામાં આવ્યું હતું. એપ્રિલ ૧૮૫૪માં રાવ બહાદુર ભોગીલાલ પ્રણવવલ્લભદાસની મદદથી અને અંગ્રેજી શાળાના આચાર્ય ટી. બી. કાર્ટિસના માર્ગદર્શન હેઠળ અમદાવાદની એક ઉચ્ચ માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ વડે તેનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું. ૧૮૫૫માં એલેકઝાન્ડર ફાર્બસની વિનંતીથી દલપતરામ તેના તંત્રી બનવા સંમત થયા હ ...

                                               

ભારતી ભૂષણ

ભારતી ભૂષણ એ ગુજરાતી સાહિત્યનું ત્રિમાસિક સામયિક હતું. બાલાશંકર કંથારીયાની ગઝલો અને ઉર્મિકાવ્યો આ ત્રિમાસિકમાં જ પ્રગટ થયેલા. બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં સખ્તાઈ તારા દિલની, મે વ્રજ માં દીઠી નહીં ગઝલ સામાયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. ભારતી ભૂષણ માં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લેખો પ્રગટ થયા અને અનુવાદો પણ તેમાં જ પ્રગટ થતાં હતા. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત દ્વારા થયેલ મુચ્છકટિકા નો અનુવાદ પણ આ સામાયિકમાં છપાયેલો. કાન્તની કવિતાઓ અને લેખો પણ તેમાં પ્રગટ થયેલા. કેશવ હ. ધ્રુવના અમરુશતક નું અવલોકન અને હાફિઝ વિશેના લેખો પણ આ સામાયિકમાં છે.

                                               

હરિલાલ ઉપાધ્યાય

હરિલાલ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના વીસમી સદીના સમયના જાણીતા સર્જક હતા, જેમની ગણના ટોચના સાહિત્યકારોમાં કરવામાં આવે છે. તેમણે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમની ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પાંચ દાયકાની સર્જન યાત્રા દરમ્યાન તેઓએ ઐતિહાસિક નવલકથાઓ, સામાજીક નવલકથાઓ, વાર્તાસંગ્રહો, જીવનચરિત્રો, શ્રી મહાભારત કથા, બાળવાર્તાઓ, કાવ્યો, નાટકો તેમ જ અન્ય વિવિધ સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું હતું.

                                               

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ

                                               

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

અહીં એ મહાનુભાવોની યાદી છે જેઓ આંધ્ર પ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી પદે રહ્યા હોય. આ યાદીમાં જુના આંધ્ર રાજ્ય, જે પછીથી, હૈદરાબાદ રાજ્યનો તેલંગાણા પ્રદેશ તેમાં ભળતા, આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાયું, અને જુના હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રી પદે કારભાર સંભાળનાર મહાનુભાવોના નામ પણ સામેલ છે.

                                               

આંબેડકર નેશનલ કોંગ્રેસ

આંબેડકર નેશનલ કોંગ્રેસ એ ભારત દેશમાંનો એક રાજકીય પક્ષ છે. આ પક્ષ દલિતોના હક્કોના રક્ષણ માટે કાર્ય કરે છે. મોહમ્મદ કાઝમ અલી ખાન આં.ને.કોં.ના સ્થાપક તેમ જ પ્રમુખ છે.

                                               

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ દિલ્હીમાં સત્તા પર છે. પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને ૨૦૧૧થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષન ...

                                               

ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન

એઆઇએમએમ એટલેકે ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ભારત દેશ અને ખાસ કરીને તેલંગાણા રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. પક્ષની મુખ્ય કચેરી હૈદરાબાદના જૂના શહેરમાં આવેલી છે. તે પક્ષના મૂળ 1927માં બ્રિટિશ ભારતનાં હૈદરાબાદ રજવાડુંમાં સ્થાપિત મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પક્ષમાંથી છે. આ પક્ષને લાંબા સમય સુધી ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશ, અને હવે તેલંગાણા રાજ્યના મુસલમાનોનું પ્રતિનિધિત્વ તરીકે ઓળખાવામાં આવે છે. આ પક્ષે પ્રથમ વખત 1984માં ચૂંટણીમાં ભાગ લીધો. 2014માં પક્ષે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી અને એના પરિણામ રૂપે આ પક્ષે ભારતીય ચૂંટણી પંચમાંથી એક "ક્ષેત્રીય પક્ષ"નો દરજો પ્રાપ્ત કર ...

                                               

ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગ બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક દળ હતું જેના પ્રયાસ થકી ઈ. સ. ૧૯૪૭માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈ. સ. ૧૯૦૬માં ઢાકા શહેરમાં થઈ હતી. મુસ્લિમ લીગની સથાપના ઢાકાના નવાબ સલીમઉલ્લહ દ્વારા કરવામાં આવી હતી. શરુઆતમાં આ લીગ ભારતમાં મુસલમાનોના હિતોની રક્ષા પર કેન્દ્રિત રહી અને સર સૈય્યદ અહમદ ખાનની સલાહ પ્રમાણે બ્રિટિશ સરકારનું સમર્થન કરવા પર જોર આપતી રહી. ઈ. સ. ૧૯૧૧માં જ્યારે બંગાળના વિભાજનની માંગને ખારિજ કરવામાં આવી ત્યારે મુસ્લિમ લીગ દ્વારા આને ભારતમાંના મુસલમાનો પ્રતિ વિશ્વાસઘાત માનવામાં આવ્યો અને ભારતની સ્વતંત્રતાની માઁગ ઉઠાવ ...

                                               

કમાલ મુસ્તફા અતાતુર્ક

કમાલ મુસ્તફા ૧૯૨૩થી તેમનાં મૃત્યુ સુધી તુર્કીના પ્રથમ પ્રમુખ હતા. તેઓ તુર્કીને બીજાં દેશોથી મુક્ત કરાવનાર, તેમજ બાદમાં તુર્કીમાં સુધારા લાવી તેને પશ્ચિમી સંસ્કૃતિ - મોટાં ભાગે, યુરોપ અને અમેરિકાની સમકક્ષ અને આધુનિક બનાવનાર તરીકે જાણીતાં છે.

                                               

કેરળના મુખ્યમંત્રીઓ

અહીં ભારતનાં કેરળ રાજ્યના, ૧૯૪૭થી અત્યાર સુધીના બધાં જ મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. સને-૧૯૫૬માં ’ત્રાવણકોર-કોચિન’ રાજ્યના નામફેર દ્વારા હાલનું કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

                                               

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનો વહીવટ સંભાળતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. તેઓ સુરત જિલ્લામાં આવેલી માંગરોળ વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળનાર પ્રથમ આદિવાસી નેતા છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં તેઓ નવી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા.

                                               

ગૃહમંત્રી

ગૃહમંત્રી એ ભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે. હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભાર દેશના એકત્રીસમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ સંભાળી રહ્યા છે.

                                               

ગોઆના મુખ્યમંત્રીઓ

અહીં ભારતનાં ગોઆ રાજ્યનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. ગોઆમાં ૧૯૬૧માં પોર્ટુગીઝ શાસનના અંત પછી ૧૯૬૩માં પ્રથમ ચૂંટણી થઈ જેમાં મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ સાંકડી બહુમતથી ચુંટાઈ આવ્યો અને તેના દયાનંદ બંદોડકર, જેઓ વ્યવસાયે ખાણ માલિક હતા, ગોઆનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. જો કે હજુ ગોઆ, દમણ અને દીવ સમેત કેન્દ્રશાસિત પ્રદેશ જ હતો. ૧૯૮૭માં ગોઆ દમણ અને દીવથી અલગ પડી ભારતનાં ૨૫માં રાજ્યનો દરજ્જો પામ્યું. રાજ્યનો દરજ્જો પામ્યા પછીના ગોઆ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણે બન્યા. ગોઆ અત્યાર સુધીમાં પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવેલું છે. ગોઆના હાલનાં મુખ્યમંત્રી મનોહર પરિકર ભાજપા છે જેઓએ ૯ ...

                                               

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના વડાપ્રધાન કે મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળનાર વ્યક્તીઓની યાદી અપાયેલી છે. ભારતના બંધારણ અનુસાર મળેલા ખાસ દરજ્જાને કારણે, ૧૯૬૫ સુધી આ રાજ્ય પોતાના "વડાપ્રધાન" અને "પ્રમુખ" ની પસંદગી કરી શકતું હતું. જો કે, ૧૯૬૫માં, રાજ્યના બંધારણમાં સુધારો કરાયો અને "વડાપ્રધાન" તથા "પ્રમુખ"ના હોદ્દાઓનું નામકરણ અનુક્રમે "મુખ્ય મંત્રી" અને "રાજ્યપાલ" કરાયું. આ ફેરફાર ૩૦ માર્ચ ૧૯૬૫થી અમલમાં આવ્યો જ્યારે રાજ્યનાં સત્તાધારી વડાપ્રધાન ગુલામ મોહમ્મદ સાદિક રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા.

                                               

દિલ્હીના મુખ્યમંત્રીઓ

                                               

નગરપાલિકા

નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. નગરપાલિકાના વડા નગરપાલિકા પ્રમુખ હોય છે, પરંતુ વહીવટી જવાબદાર અધિકારી ચીફ ઓફીસર હોય છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હોય છે, તેથી તેઓ નગરપાલિકા પ્રમુખના તાબા મા નહી, પણ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના તાબામાં હોય છે. રાજ્ય સરકાર નિયુક્ ...

                                               

પ્યૂએર્ટો રિકન ઈન્ડીપેન્ડન્સ પાર્ટી

પ્યૂએર્ટો રિકન ઈન્ડીપેન્ડન્સ પાર્ટી) એ પ્યૂએર્ટો રિકોનો એક રાજકીય પક્ષ છે, જે અમેરિકાથી સ્વતંત્રતા મેળવવા માટે લડી રહેલ છે. તે પ્યૂએર્ટો રિકોના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો પૈકીનો એક છે અને પક્ષની નોંધણીની ઉંમર જોતા દેશમાં તેનો બીજો ક્રમ આવે છે. જે લોકો પી.આઇ.પી. ની વિચારસરણી ને માને છે તેમને સામાન્ય રિતે સ્વતંત્રતાવાદી કે સ્વતંત્રતા ચળવળકારી તરીકે ઓળખવામાં આવે છે.

                                               

બોફોર્સ કૌભાંડ

બોફોર્સ કૌભાંડ ભારત અને સ્વિડન વચ્ચે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકા માં થયેલું મોટું રાજકીય કૌભાંડ હતું, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ જેમાં ભારતના તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી, ભારત અને સ્વિડનના રાજકારણીઓનો સમાવેશ કરતું હતું, જેમણે બોફોર્સ કંપની તરફથી નાણાં કટકી સ્વરૂપે મેળવ્યા હોવાનો આરોપ હતો, જે વાલેનબર્ગ કુટુંબ દ્વારા સંચાલિત સ્કેન્ડિન્વિસ્કા એસ્કિલ્ડા બેંકેન બેંક વડે જમા થયા હતા. આ નાણાં ભારતની તોપ જરૂરિયાતોને પૂરી પાડવા માટેના ટેન્ડર જીતવા માટે પૂરા પડાયા હતા.આ કૌભાંડ ૪૧૦ તોપોના વેચાણ માટે ભારત સરકાર સાથે સ્વિડીશ શસ્ત્ર ઉત્પાદક બોફોર્સ વચ્ચે ૧.૪ અબજ ડૉલરની ચુકવણી અને ગેરકાયદેસર વળતર ...

                                               

ભગવાન દાસ

ભગવાન દાસ ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. થોડો સમય તેઓએ બ્રિટિશ ભારતની ધારાસભામાં પણ સેવા આપી. તેઓ ભારતની સ્વતંત્રતાના પક્ષધર હતા. તેમને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા. ભગવાન દાસનો જન્મ વારાણસીમાં થયેલો. સ્નાતક થયા પછી ૧૮૯૪માં એની બેસન્ટનાં પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા. અસહકારની ચળવળ દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાયા. એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. ભગવાન દાસ સંસ્કૃતનાં વિદ્વાન ...

                                               

ભારતના ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.

                                               

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭

ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ યોજાશે આ જાહેરાત ભારતનાં ચૂંટણી કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સભાનાં સેક્રેટરી-જનરલ શ્રી શમશેર કે. શેરીફને ૧૫મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં રિટર્નિંગ અધિકારી પદે નિયુક્ત કરાયા છે. હાલનાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારીની પદ અવધી ૧૦ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પૂર્ણ થાય છે. તેમણે ફરી ઉમેદવારી કરવાને અનિચ્છા જાહેર કરી છે.

                                               

ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ

ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો ની સરકારોના મુખ્ય નેતા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.

                                               

ભારતીય જનતા પાર્ટી

૧૯૮૯: ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું. ૧૯૯૬: ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું. ૨૦૧૪: ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર. ૨૦૦૯: એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું. ૧૯૭૭: ભારતીય જનસંઘ જનતા પાર્ટી માં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી. ૧૯૮૪: લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી. ૧૯૯૦: રામજન્ ...

                                               

ભારતીય જનસંઘ

ભારતીય જન સંઘ, અથવા જનસંઘ એ ભારતીય જમણેરી રાજનૈતિક પક્ષ હતો જે ૧૯૫૧ થી ૧૯૭૭ સુધી અસ્તિત્વમાં હતો. આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની સ્વૈચ્છીક સંસ્થાની રાજનૈતિક શાખા હતી. ઈ.સ. ૧૯૭૭માં ભારતીય રાષ્ટ્રીય મહાસભા વિરૂદ્ધ જમણેરી, ડાબેરી, મધ્યમાર્ગી પક્ષો એકત્રીત થયા અને જનતા પાર્ટી નામનો રાજનૈતિક પક્ષ સ્થાપ્યો. ભારતીય જનસંઘ પણ આ પક્ષમાં વિલિન થયો. ૧૯૮૦માં જનતા પાર્ટીનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી નામે નવો પક્ષ રચાયો.

                                               

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ભારતમાં એક વ્યાપક રીતે આધારિત રાજકીય પક્ષ છે. 1885માં સ્થપાયેલ, તે એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉદ્‌ભવનાર પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી ચળવળ હતી. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને ખાસ કરીને 1920 પછી, મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસ પ્રમુખ બની ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા, 1 કરોડ 50 લાખ થી અને 7 કરોડ થી સહભાગીઓ. કૉંગ્રેસે ભારતને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા અપાવવા માટે કામ કર્યું, અને બ્રિટીશ સામ્રાજ્યમાં અન્ય વિરોધી વસાહતી રાષ્ટ્રવાદી ચળવળને પ્રભાવિત કરી. કોંગ્રેસ એક બિનસાંપ્રદાયિક પક્ષ છે, જેનો સામાજિક ઉદારમતવાદી મંચ સામાન્ય રીતે ભારતીય રાજકારણના કેન્દ્ર ...

                                               

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ

                                               

મૈં ભી ચોકિદાર

મૈં ભી ચોકીદાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ ની ભારતીય સામાન્ય ચૂંટણી માટેના તેના પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલું એક હિંદી સૂત્ર છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના નારા લગાવતા આ સૂત્રની રચના કરી હતી. આ સૂત્રને સરકાર, સંસ્થાઓ અને ભરતીની કેટેગરીમાં EFFIE સિલ્વર એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાયો હતો. મોદી સાથેની એકતા બતાવવા માટે લાખો લોકોએ તેમના સોશિયલ મિડિયાના ડીપી અને પ્રોફાઇલ બદલી હતી.

                                               

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા એ રિપબ્લિકન પાર્ટી અથવા રિપબ્લિકન તરીકે ઓળખાતો ભારતનો એક રાજકીય પક્ષ છે. તેના મૂળ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત અનુસૂચિત જાતિ મહાસંઘ માં નિહિત છે. ૧૯૫૬માં ડૉ. આંબેડકર દ્વારા રાજનીતિમાં પ્રવેશ હેતુ પ્રશિક્ષણ શાળા ખોલવામાં આવી હતી. જે રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવવાના દ્વાર તરીકે મનાતી હતી. શાળાની પ્રથમ બેચમાં ૧૫ વિદ્યાર્થીઓ હતા. ૧૯૫૬માં જ ડૉ. આંબેડકરના અવસાનના કારણે પ્રથમ બેચ જ અંતિમ બેચ બની રહી હતી.

                                               

વડોદરા ડાયનેમાઈટ કેસ

વડોદરા ડાયનેમાઈટ કેસ એ ૧૯૭૫-૭૭ દરમ્યાન લાદવામાં આવેલી કટોકટી હેઠળ જ્યોર્જ ફર્નાંડિસ અને અન્ય ૨૪ જણા ઉપર ઈંદિરા ગાંધીની સરકારે ચલાવાયેલા ખટલાને અપાયેલું નામ છે. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સી. બી. આઈએ જ્યોર્જ ફર્નાંડિસ ઉપર કટોકટીના વિરોધમાં ડાયનેમાઈટની દાણચોરી કરી સરકારી અસ્કાયતો અને રેલ્વેના પાટા ઉડાવી મુકવાનો આરોપ મુક્યો હતો. તેઓ ઉપર રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાનો અને સરકાર ઉથલાવી પાડવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપીઓને જૂન ૧૯૭૬માં પકડીને દિલ્હીની તિહાર જેલમાં પુરવામાં આવ્યા હતા. અન્ય પ્રમુખ આરોપીઓ હતા: વિરેન જે શાહ, જી. જી. પરીખ, સી. જી. કે. રેડ્ડી, પ્રભુદાસ પટવારી, દેવી ગુજ્જર અને અન્ય. આ ...

                                               

શિવસેના

શિવસેના એ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન છે. રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ ૧૯ જૂન ૧૯૬૬ના રોજ તેની સ્થાપના કરી હતી. આ પક્ષ મૂળ બોમ્બે ના એક આંદોલનમાંથી ઉભર્યો હતો, જે શહેરમાં સ્થળાંતર કરતા મહારાષ્ટ્રીયન લોકો માટે અધિમાનની માંગ કરતો હતો. હાલમાં તેના અધ્યક્ષ બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે છે. શિવસેનાના સભ્યોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. જોકે પાર્ટીનો પ્રાથમિક આધાર હજી મહારાષ્ટ્રમાં છે, પરંતુ તેણે સંપૂર્ણ ભારત સુધી વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો છે. ૧૯૭૦ ના દાયકામાં તે ધીરે ધીરે માત્ર મરાઠી તરફી વિચારધારાની હિમાયત કરવાને બદલે એક વ્યાપક હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને સમર્થન આ ...

                                               

હરિયાણાના મુખ્યમંત્રીઓ

                                               

૧૭મી લોકસભા

૧૭મી લોકસભા ના સભ્યો ૨૦૧૯ લોકસભા નિર્વાચન દ્વારા નિર્વાચિત થયા છે. ભારતીય નિર્વાચન આયોગ દ્વારા એપ્રિલ ૧૧ ૨૦૧૯ થી મે ૧૯ ૨૦૧૯ દરમિયાન ૭ તબક્કામાં નિર્વાચન પ્રક્રિયા યોજાઈ હતી. પરિણામ મે ૨૩ ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, કુલ ૫૪૫માંથી ૩૦૩ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા રહી છે.

છત્તીસગઢના મુખ્યમંત્રીઓ
                                               

છત્તીસગઢના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. |- align="center"! bgcolor="#d3d3d3" | સંજ્ઞા: | bgcolor="#00FFFF"| ભારાકોં કોંગ્રેસ | bgcolor="#FF9900" | બીજેપી ભાજપા |}

નાગાલેંડના મુખ્યમંત્રીઓ
                                               

નાગાલેંડના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેંડનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. આ રાજ્યની રચના ૧ ડિસેમ્બર ૧૯૬૩માં થયેલી. અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સીલનાં ચેરમેન પી.શિલુ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →