Back

ⓘ ભારતીય સેના - ભારતીય ભૂમિસેના, ભારતીય શાંતિરક્ષક સેના, ભારતીય માનક સમય, અશોક ચક્ર, પુરસ્કાર, આઝાદ હિંદ ફોજ, જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી, પુજા ઠાકુર ..                                               

ભારતીય ભૂમિસેના

ભારતીય ભૂમિસેના એ ભૂમિ આધારભૂત શાખા છે અને ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે. તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહીત બચાવ પ્રક્રિયાઓનું સંચાલન પણ કરે છે. ભારતીય ભૂમિસેનાની સ્થાપના 1947માં ભારતે સ્વતંત્રતા મેળવી ત્યારે થઇ અને વિભાજન પછીના ભારતમાં સ્થિત બ્રિટીશ ભારતીય સેનાની મોટાભાગની માળખાઓની સંરચનાને વારસામાં મેળવી. આ એક સ્વૈચ્છિક સેવા છે, અને જો કે ભારતીય બંધારણમાં લશ્કરની ફરજીયા ...

                                               

ભારતીય શાંતિરક્ષક સેના

ભારતીય શાંતિરક્ષક સેના એ શાંતિરક્ષા માટે ૧૯૮૭ થી ૧૯૯૦ વચ્ચે શ્રીલંકા ખાતે તૈનાત ભારતીય સેનાનું દળ હતું. તે ૧૯૮૭ની ભારત-શ્રીલંકા સમજૂતી હેઠળ તૈનાત કરવામાં આવી હતી. સમજૂતીનું મુખ્ય લક્ષ્ય શ્રીલંકાના તમિલ ઉગ્રવાદીઓ અને ત્યાંની સરકાર વચ્ચેનું ગૃહયુદ્ધ રોકવાનું હતું. તમિલ ઉગ્રવાદીઓમાં મુખ્ય સંગઠન એલટીટીઇ એટલે કે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ એલમ હતું. ભારતીય શાંતિસેનાનું મુખ્ય કાર્ય અલગ સંગઠનનોને નિઃશસ્ત્ર કરવાનું હતું જેમાં એલટીટીઇ પણ એક હતું. તે પ્રક્રિયા બાદ તુરંત જ વચગાળાની વહીવટી સમિતિનું ગઠન થવાનું હતું. આ તમામ કાર્યવાહી બંને સરકારોની સમજૂતી હેઠળ કરવાની હતી જે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના આદે ...

                                               

ભારતીય માનક સમય

ભારતીય માનક સમય) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા સાથે +૦૫:૩૦ કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* દ્વારા નિર્દિષ્ટ કરાય છે. ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશના પાયા પર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીકના મિર્જાપુર 25.15°N 82.58°E  / 25.15; 82.58ના ઘડીયાળ ટાવરના આધારે કરાય છે, જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે. સમયક્ષેત્ર માહિતી કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાત ...

                                               

અશોક ચક્ર (પુરસ્કાર)

અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે. સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પર ...

                                               

આઝાદ હિંદ ફોજ

આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદી રાસબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ શાસનથી ભારતની આઝાદી મેળવવાનો હતો. આ દળની રચના ભારતીય રાષ્ટ્રીય સેના તરીકે ૧૯૪૨માં મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાક માંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને સામેલ કરીને કરવામાં આવી હતી.આ જ વર્ષે જાપાન યુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીય સેનાની ભૂમિકા અંગે જાપાની અને ભારતીય નેતૃત્ત્વમાં મતભેદને પગલે ડિસેમ્બર માસમાં તેનું વિઘટન કરવામાં આવ્યું હતું. રાસબિહારી બોઝે સેનાનું નેતૃત્ત્વ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું. સુભાષચંદ્ર બોઝના ...

                                               

જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી

જમ્મુ અને કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રી ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનું મુખ્ય મથક એટલે કે રેજિમેન્ટલ કેન્દ્ર શ્રીનગર ના હવાઈ મથક, અવંતીપુર ખાતે છે અને જમ્મુ નજીએક નાનું કેન્દ્ર છે. તેનું ચિહ્ન એકમેકને ચોકડી પર રહેલ બે બંદુકો છે. તેમનું સૂત્ર "બલિદાનમ્ વીર લક્ષણમ્" એટલે કે બલિદાન એ વીરનું લક્ષણ છે. રેજિમેન્ટમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર રાજ્યના સ્વેચ્છાએ જોડાયેલા યુવાનો હોય છે. તેમાં ૫૦% મુસ્લિમ અને બાકી રાજ્યના અન્ય જાતિના લોકો હોય છે.

                                               

પુજા ઠાકુર

પૂજા ઠાકુર, ભારતીય વાયુ સેના ખાતે વિંગ કમાન્ડર અને હાલમાં વાયુ સેના મુખ્ય મથક ખાતે કર્મચારી અધિકારી કચેરી અંતર્ગત પ્રચાર સેલ દિશા માટે કાર્યરત છે. તેણી જાન્યુઆરી ૨૫, ૨૦૧૫ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજકીય મહેમાન માટે આંતર-સેવા ગોર્ડન ઓફ ઓનરનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા અધિકારી છે. ગાર્ડ ઓફ ઓનરનું અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ નિરીક્ષણ કર્યું હતું. પૂજા ઠાકુર જયપુર, રાજસ્થાનના નિવાસી છે.

                                               

ભારતીય સ્વતંત્રતા ચળવળ

ઢાંચો:Colonial India ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ થકી ભારતીય સનદી સેવાની સિવિલ સર્વિસ પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની મુખ્યત્વે આર્થિક માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ ત્રિનેતા, અરબિંદો ઘોષ અને વી.ઓ. ચિદમ્બરમ ...

                                               

ભારતીય ધ્વજો

તેજ સમયે ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા ધ્વજની એક અન્ય આવૃત્તિ ઉપયોગમાં લેવાતી જેના પ્ર શબ્દો આઝાદ હિંદ લખેલા હતાં અને તેમાં ચરખાને બદલે સુભાષવંદ્ર બોઝને સૈનિક કાર્યવાહીને દર્શાવતા તરાપ મારતા વાધનું ચિત્ર હતું. આ ધ્વજને ભારત ભૂમિ પર સૌ પ્રથમ વખત મણિપુરમાં ફરકાવવામાં આવ્યો.

                                               

મદ્રાસ રેજિમેન્ટ

મદ્રાસ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદભવ આશરે ૧૭૫૦ની આસપાસ છે. તેણે અંગ્રેજ ભારતીય સેનામાં તેમજ સ્વતંત્રતા બાદ ભારતીય સેના માટે અનેક અભિયાનોમાં ભાગ લીધો છે.

                                               

ક્રીપ્સ મિશન

ક્રીપ્સ મિશન એ અંગ્રેજ સરકાર દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ મેળવવા માટેનો એક પ્રયાસ હતો. આ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. આ શિષ્ટ મંડળના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા. તેઓ વયસ્ક ડાબેરી રાજ નૈતિક અને બ્રિટેનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના યુદ્ધ પ્રધાન મંડળના મંત્રી હતા.

                                               

અંદામાન અને નિકોબાર કમાન્ડ

આંદમાન અને નિકોબાર કમાન્ડ એ પોર્ટ બ્લૅર, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ખાતે સ્થિત ભારતીય સશસ્ત્ર સેનાનો પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખિયો પ્રદેશ આધારિત કમાન્ડ છે. તેને દક્ષિણપૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્રધુનીમાં ભારતના વ્યુહાત્મક હિતોની રક્ષા માટે ઉભો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિસ્તારમાં ત્વરિત ગતિએ સૈન્ય અસ્કયામતો અથવા મદદ પહોંચાડવાનો છે. તે પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરાતી ભારતીય નૌસેનાની મનવારોને વહીવટી અને પરિવહનને લગતી મદદ આપે છે.

                                               

આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦)

આઈએનએસ કુરસુરા એ ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી. આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.

                                               

ઓપરેશન રાહત

ઓપરેશન રાહત એ યમનની કટોકટી વખતે સાઉદી અરેબિયા અને તેના સાથી દેશો દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતીય નાગરિકોને સલામત સ્થળે ખસેડવા ભારતીય સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી હતી. એડન બંદર ખાતેથી સ્થળાંતર ૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરવામાં આવ્યું. સાના ખાતેથી હવાઇ માર્ગે ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયા દ્વારા સ્થળાંતર ૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરાયું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ૪૬૪૦ ભારતીય નાગરિકો અને ૪૧ દેશોના ૯૬૦ વિદેશી નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. હવાઇ માર્ગે સ્થળાંતર ૯ એપ્રિલના રોજ અને દરિયાઇ માર્ગે ૧૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ પૂર્ણ થયું.

                                               

કીર્તિ ચક્ર (પુરસ્કાર)

કીર્તિ ચક્ર પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને શૂરવીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કારના સમાન દરજ્જાનો તથા મહત્ત્વનો પુરસ્કાર ગણાય છે.

                                               

કુલદીપ સિંઘ ચાંદપુરી

બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM ભારતીય ભૂમિસેનાના એક પુરસ્કૃત અધિકારી હતા. તેઓ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં લોંગેવાલાની લડાઈમાં તેમના પરાક્રમી નેતૃત્વ માટે પ્રખ્યાત છે. જે માટે તેમને ભારત સરકાર તરફથી બીજો સર્વોચ્ચ ભારતીય લશ્કરી પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૭ની હિન્દી ફિલ્મ બોર્ડર આ યુદ્ધ પર આધારિત હતી, જેમાં તેમની ભૂમિકા સની દેઓલે ભજવી હતી. તેઓ ૨૦૦૬ થી ૨૦૧૧ દરમિયાન ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહ્યા હતા.

                                               

નાથુ લા અને ચો લા સંઘર્ષો

નાથુ લા અને ચો લા સંઘર્ષો એ ભારત અને ચીન વચ્ચે સિક્કિમ ખાતે થયેલ શ્રુંખલાબદ્ધ સરહદી અથડામણો હતી. તે સમયે સિક્કિમ એક સ્વતંત્ર રજવાડું હતું જે ભારતના સંરક્ષણ હેઠળ હતું. ૧૧ સપ્ટેમ્બરના રોજ નાથુ લા ખાતે અથડામણોની શરૂઆત થઈ. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ નાથુ લા ખાતે ભારતીય ચોકીઓ પર હુમલો કર્યો અને અથડામણ ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી. ઓક્ટોબરમાં એક દિવસ માટે સંઘર્ષ ચો લા ખાતે પણ થયો. તટસ્થ અને સ્વતંત્ર સંદર્ભો અનુસાર ભારતીય ભૂમિસેનાએ નિર્ણાયક વ્યૂહાત્મક લાભ હાંસલ કર્યો અને સંઘર્ષમાં ચીની દળોને હરાવ્યા. નાથુ લા ખાતે ઘણી ચીની ચોકીઓને તોડી પાડવામાં આવી. ત્યાં ભારતીય સૈન્યએ હુમલાખોર ચીની દળોને પીછેહઠ કર ...

                                               

પરમવીર ચક્ર

પરમવીર ચક્ર એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે. આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ પ્રથમ ગણતંત્ર દીવસ ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ પ્રથમ સ્વતંત્રતા દિવસ થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓને આપવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રત્ન પછીનો દ્વિતિય ક્રમનો ગ ...

                                               

મહાવીર ચક્ર (પુરસ્કાર)

મહાવીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

                                               

યુદ્ધ સેવા ચંદ્રક

યુદ્ધ સેવા ચંદ્રક યુદ્ધ સમય દરમિયાન વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા કરવામાં આવતું લશ્કરી સન્માન છે. આ ચંદ્રક યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનના પ્રાપ્તકર્તા શહીદ થયા હોય તો મરણોત્તર પણ આપવામાં આવે છે. આ સન્માન યુદ્ધ સમયના વિશિષ્ટ સેવા ચંદ્રક ને સમાંતર સન્માન છે, જે શાંતિના સમયમાં આપવામાં આવતું પ્રતિષ્ઠિત સેવા સન્માન છે.

                                               

વીર ચક્ર (પુરસ્કાર)

વીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

                                               

શૌર્ય ચક્ર (પુરસ્કાર)

શૌર્ય ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન કીર્તિ ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઉચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

                                               

સીમા સુરક્ષા દળ

સીમા સુરક્ષા દળ, એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. ૧૯૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે. વર્તમાન સમયમાં બીએસએફની કુલ ૧૫૭ બટાલિયનો આવેલી છે અને આ બટાલિયન ટુકડીઓ દ્વારા ૬,૩૮૫.૩૬ કિલોમીટર લંબાઇ ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાનું કાર્ય કરે છે, જે પવિત્ર ભૂમિ, દુર્ગમ ભૂમિ રણની ભૂમિ, દરિયા કાંઠા, નદીઓ, પર્વતો તથા ખીણો તેમજ હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનારા લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત સરહદ પર થતા ગુનાઓ જેવાકે ચોરી, ...

                                               

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

ચીન-ભારત યુદ્ધ તે ચીન-ભારત સરહદી સંઘર્ષ simplified Chinese: 中印边境战争 ; traditional Chinese: 中印邊境戰爭 ; pinyin: Zhōng-Yìn Biānjìng Zhànzhēng તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયું હતું. આ યુદ્ધનું મુખ્ય કારણ હિમાલયની વિવાદિત સરહદ હતી, પરંતુ આ યુદ્ધમાં અન્ય કારણોએ પણ ભૂમિકા ભજવી હતી. ભારતે દલાઇ લામાને આશ્રય આપ્યો તે સમયે 1959ના તિબેટના બળવા બાદ સરહદ પર શ્રેણીબદ્ધ હિંસક બનાવો બન્યા હતા. ભારતે ફોરવર્ડ પોલિસીનો આરંભ કર્યો હતો જે હેઠળ તેણે સરહદ પર ચોકીઓ મૂકી હતી, જેમાં 1959માં ચીનના પ્રમુખ ઝોઉ એનલાઇ દ્વારા જાહેર કરાયેલી વાસ્તવિક અંકુશ રેખાના પૂર્વીય હિસ્સારૂપ, મેકમો ...

                                               

રણવીરસિંહજી જાડેજા

મહારાજ કુમાર શ્રી રણવીરસિંહજી જાડેજા ભારતીય ક્રિકેટ હતા. તેઓ નવાનગર તથા ભારતીય સેના વતી પ્રથમ શ્રેણી ક્રિકેટ અને ભારત વતી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ-મેચ શ્રેણી રમ્યા હતા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →