Back

ⓘ વિજ્ઞાન - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, મેળો, ભારતીય વિજ્ઞાન સંસ્થા, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમુપર, કીટ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, બાઇનૉક્યુલર, સમઘટકતા ..                                               

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજા ...

                                               

વિજ્ઞાન મેળો

વિજ્ઞાન મેળો એક સ્પર્ધા છે જેમાં પ્રતિસ્પર્ધી પોતાની બનાવેલી વિજ્ઞાન પરિયોજના પ્રસ્તુત કરે છે. વિજ્ઞાન મેળો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા કરવા માટે અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ પોતાની વિજ્ઞાન પરિયોજનાઓના પરિણામો અહેવાલોના રૂપમાં, ડિસ્પ્લે બોર્ડના રૂપમાં અથવા નમૂનાના રૂપમાં રજૂ કરતા હોય છે. આ પ્રવૃત્તિ શિક્ષણની સહાયક પ્રવૃત્તિ ગણાય છે. તેનો હેતુ વિદ્યાર્થી વિજ્ઞાનના વિષયમાં રસ લઇ ભણે અને સંશોધનક્ષેત્રે પણ જાગ્રત બને તેવો હોય છે.

                                               

ભારતીય વિજ્ઞાન સંસ્થા

ભારતીય વિજ્ઞાન સંસ્થા એ અનુસંધાન અને ઉચ્ચ શિક્ષણ માટેનું કાર્ય કરતી એક અગ્રગણ્ય શિક્ષણ સંસ્થા છે, જે ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના પાટનગર બેંગલોર ખાતે આવેલી છે. આ સંસ્થામાં પદોત્તર અને ડોક્ટરેટને લગતા અભ્યાસ કાર્યક્રમો ઉપલબ્ધ છે, જે અંતર્ગત હાલમાં ૧૨૦૦ કરતાં પણ વધારે સંશોધકો ૩૭ જેટલા વિવિધ વિભાગોમાં કામ કરી રહ્યા છે. ઉદાહરણાર્થે: અભિયાંત્રિકી ક્ષેત્રમાં અંતરાક્ષ અભિયાંત્રિકી, સંગણકશાસ્ત્ર તથા સ્વયંચલન વગેરે; તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે. ભારતીય વિજ્ઞાન સંસ્થા, ભારત દેશમાં અનુસંધાન કરવા માટે સર્વોત્કૃષ્ટ સંસ્થાઓ પૈકીની એક ગણાય છે.

                                               

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમુપર

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર તાલુકાના મુખ્ય મથક ધરમપુર ખાતે આવેલું એક મહત્વનું વિજ્ઞાન સંકુલ છે. સાતમી એપ્રિલ, ૧૯૮૪ના દિવસે ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર પ્રજાજોગ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અહીં કુદરતી અને પર્યાવરણ વિષયક સાચવણી અને આ વિસ્તારનો સાંસ્કૃતિક વારસો સાચવવા જેવા પરીબળોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વિસ્તારની આદિજાતિ લોકોની સાથે આ કેન્દ્ર સતત સંકળાયેલું રહે છે. બાળકોમાં, યુવાનોમાં અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનાં પ્રયાસો અહીં ...

                                               

કીટ વિજ્ઞાન

ઢાંચો:Zoology કીટ વિજ્ઞાન ; અને -λογία, -લોજીયા) એ કીટકોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, તે આર્થ્રોપોડોલોજીની શાખા છે. કીટકોની 1.3 મિલિયન જાતોનું વર્ણન થયું છે અને તે કુલ જાણીતા સજીવના બે તૃત્યાંશ ભાગ જેટલા છે. તેમનું અસ્તિત્વ 400 મિલિયન વર્ષ પહેલાથી છે અને તેમણે પૃથ્વી પર માનવ અને જીવનના અન્ય સ્વરૂપે સાથે ઘણા પ્રકારનું આદાનપ્રદાન કર્યું છે. તે જીવવિજ્ઞાનની વિશેષ શાખા છે. તકનીકી રીતે ખોટું હોવા છતાં ઘણીવાર સ્થળચર પ્રાણીઓના અભ્યાસને સમાવવામાં આવે છે જેમાં સંધિપાદ સમુહ અથવા અન્ય સમુદાય, જેમ કે મધ્યતનિકા, બહુપાદ, અળસિયા, ભૂમિ શંભુક, અને સ્લગનો સમાવેશ થાય છે. પ્રાણીવિજ્ઞાનની અંદર વર્ગીકૃત થયેલા અન્ય કે ...

                                               

ભૌતિકશાસ્ત્ર

ભૌતિક શાસ્ત્ર એ એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન છે કે જેમાં નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રીક શબ્દ φυσικός, જેનું મૂળ φύσις શબ્દ ઉતરી આવ્યો છે. આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે.

બાઇનૉક્યુલર
                                               

બાઇનૉક્યુલર

બાઇનૉક્યુલર એટલે બાજુ બાજુમાં જોડેલાં બે દૂરબીન. બંનેમાં લેન્સનો ઉપયોગ કરીને વસ્તુના મોટા પ્રતિબિંબ મેળવાય છે. પરંતુ બંનેના હેતુ જુદાં છે. સામાન્ય રીતે લેન્સ વડે મળતાં પ્રતિબિંબ ઊંધા છે. પરતું બાઇનૉક્યુલરમાં મળતાં પ્રતિબિંબ ચત્તાં છે. એટલે વાસ્તવિક હોય છે. બાઇનૉક્યુલર્સ ઉપર તેની ક્ષમતાના આંક લખેલા હોય છે.

સમઘટકતા
                                               

સમઘટકતા

કાર્બનના આ કૅટેનેશન ગુણધર્મને કારણે સમાન આણ્વિય સૂત્ર ધરાવતા પરંતુ જુદા જુદા બંધારણીય સૂત્ર અને જુદા જુદા ભૌતિક ગુણધર્મો ધરાવતા જોવા મળે છે. આવા કાર્બનિક સંયોજનોના આણ્વીયસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણ સૂત્રો જુદા હોય તેમને સમઘટકો કહેવાય છે. આ પ્રકારની ઘટનાને સમઘટકતા કહે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →