Back

ⓘ ભૂગોળ - ગુજરાતની ભૂગોળ, જિલ્લો, બરડો, પશ્ચિમ, દેશ, બૃહદ મુંબઇ રાજ્ય, માર્વે બીચ, અમદાવાદની ભૂગોળ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કલ્યાણરાય ન. જોષી, રણછોડદાસ ઝવેરી ..                                               

ગુજરાતની ભૂગોળ

ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.

                                               

જિલ્લો

જિલ્લો ‍‍ તાલુકાઓના સમૂહ માટે વપરાતો ભૂગોળ વિષયનો શબ્દ છે. વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ, દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

                                               

બરડો

બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે. તેનું આભપરા શિખર ૬૩૭ મીટર ઊંચાઇ સાથે સૌથી ઊંચું શિખર છે અને વેણું શિખર ૬૨૩.૯૫ મીટર ઊંચાઇ ધરાવે છે. બરડાની પૂર્વમાં અલેકની ટેકરીઓ આવેલી છે, જે સપાટ મથાળા ધરાવે છે.

                                               

પશ્ચિમ

પશ્ચિમ એ ચાર દિશાઓ પૈકીની એક દિશા છે, તેને ગુજરાતમાં આથમણી દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમ શબ્દ સામાન્ય રીતે એક સંજ્ઞા, વિશેષણ અથવા ક્રિયાવિશેષણ છે કે જે એક દિશા કે ભૂગોળ તરફ ઇંશારો કરે છે. પશ્ચિમ, ચાર પ્રમુખ દિશાઓ પૈકીની એક છે, સાથે તે દિશાચક્રના દિશાસંકેતોમાંથી પણ એક પ્રમુખ સંકેત છે. તે પૂર્વ દિશાની વિપરીત બાજુ તરફ અને ઉત્તર અને દક્ષિણ દિશાની લંબવત બાજુ તરફ હોય છે.

                                               

દેશ

દેશ એ ભૂગોળ વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે. વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.

                                               

બૃહદ મુંબઇ રાજ્ય

ઇ. સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં બૃહદ મુંબઇ રાજ્ય નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડનું શાસન હતું. ઓગણીસમી સદીના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠાઓને હરાવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચિમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમાં વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી: ૧. રેવાકાંઠા એજન્સી ૨. મહીકાંઠા એજન્સી ૩. બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી ૪. સાબરકાંઠા એજન્સી ૫. વેસ્ટર ...

                                               

માર્વે બીચ

માર્વે બીચ એ મુંબઈ શહેરના મલાડ પરાંના વિસ્તારમાં આવેલ છે. એસ્સેલવર્લ્ડ અને વોટર કિંગડમ તેમજ મનોરી સુધી જવા માટે અહીંથી જળસેવા પ્રાપ્ત છે. મનોરીની જળસેવા BEST દ્વારા પૂરી પાડવામાં આવે છે. મનોરી ટાપુ પર દ્વિ-ચક્રી વાહન પણ હોડીમાં લઈ જઇ શકાય છે. માર્વે બીચ પર જવા માટે મલાડ પશ્ચિમથી BESTનો બસ ક્રમાંક ૨૭૨ લઈ શકાય છે. આ સ્થળે રીક્ષા અને ટેક્સી દ્વારા સરળતાથી જઇ શકાય છે. ભારતીય જળસેના INS હમલાની હાજરી તેમજ ટૂંકી પહોળાઈને કારણે માર્વે પર સામાન્ય લોકોની હાજરી મર્યાદિત હોય છે. આ દરિયાકિનારો ઝડપી પ્રવાહ અને ડૂબી શકાય તેવી રેતીને કારણે તરવા માટે જોખમી છે.

                                               

અમદાવાદની ભૂગોળ

અમદાવાદ શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં સાબરમતી નદીના કિનારે સ્થિત થયેલ છે. તે ૪૬૪ ચો.કિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે અને 23.03°N 72.58°E  / 23.03; 72.58 પર સ્થિત છે. શહેરની સરેરાશ ઊંચાઈ ૫૩ મીટર છે. શહેરની હદમાં બે મુખ્ય તળાવો છે - કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. મણિનગરમાં આવેલું કાંકરિયા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે, જે ૧૪૫૧ માં કુતુબ-ઉદ-દિન ઐબક દ્વારા વિકસાવવામાં આવેલું છે. તેમાં માછલીઘર અને પ્રાણી સંગ્રહાલય પણ છે. તળાવની મધ્યમાં એક નગીનાવાડી નામનો એક ટાપુ મહેલ છે, જે મુઘલ યુગ દરમિયાન બાંધવામાં આવ્યું હતો. આ શહેર રેતાળ અને શુષ્ક વિસ્તારમાં આવેલું છે. થલતેજ-જ ...

                                               

બોસ્નિયા અને હર્ઝેગોવિના

બોસ્નિયા અને હર્ઝેગોવિના or ; B&H ; બોસ્નિયન, ક્રોએશિયન, સર્બિયન: Bosna i Hercegovina / Босна и Херцеговина), જે કેટલીક વખત બોસ્નિયા-હર્ઝેગોવિના, અને, ટૂંકમાં, મોટાભાગે બોસ્નિયા તરીકે ઓળખાય છે, દક્ષિણ-પૂર્વ યુરોપમાં બાલ્કન પ્રદેશમાં આવેલો દેશ છે. સારાયેવો સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તેની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ક્રોએશિયા અને પૂર્વમાં સર્બિયા, દક્ષિણ-પૂર્વમાં મોન્ટેન્ગ્રો અને દક્ષિણમાં એડ્રિયાટિક સમુદ્ર આવેલો છે, જે 20 kilometres લાંબો સમુદ્ર કિનારો નેઉમ શહેરમાં ધરાવે છે. દેશનો મધ્ય અને પૂર્વ ભાગ પર્વતીય ભૂગોળ ધરાવે છે અને ઉત્તર-પશ્ચિમ મોટાભાગે ટેકરીઓ આવેલી છે. જ્યારે ઉત્ત ...

                                               

કલ્યાણરાય ન. જોષી

કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની ૧૨મી તારીખે થયો હતો. એમણે વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્રી, ભૂસ્તરવિજ્ઞાન અને પુરાતત્ત્વ કે જે તેમના પ્રિય વિષયો રહ્યા હતા, તેને લગતાં ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે લખેલા "ઓખામંડળના વાઘેરો" નામના પુસ્તક માટે તેમને "નર્મદ સુવર્ણચંદ્રક" એનાયત કરવામાં આવ્યો હતો. રણજિતરામ વાવાભાઇએ એમને સૌરાષ્ટ્રના સાચા માસ્તર તરીકે નવાજયા હતા. કવિ ...

                                               

રણછોડદાસ ઝવેરી

રણછોડદાસ ઝવેરી ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. તેઓનો જન્મ ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન સંસ્કૃત અને હિન્દી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેની સાથે અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનાં વાંચન અને લેખનથી પોતાનું જ્ઞાન સમૃધ્ધ કર્યુ હતું. તેઓ બુધ્ધિવર્ધક હિન્દુસભા ના પ્રથમ પ્રમુખ બન્યા હતાં. સરકારી નોકરી દરમિયાન તેઓએ સર્વપ્રથમ ગુજરાતી વર્ણમાળા અને ત્યારબાદ સમયાંતરે વાંચનમાળા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરે પુસ્તકો તૈયાર કર્યા હતાં. તેમજ અંગ્રેજી ભાષા અને મરાઠી ભાષાનાં ઘણાબધાં પુસ્તકોનું ભાષા ...

                                               

પેરુ (દેશ)

પેરૂ) આધિકારિક રીતે પેરૂનું ગણરાજ્ય, પશ્ચિમી દક્ષિણ અમેરિકામાં એક દેશ છે. આ બ્રાઝીલ દ્વારા પૂર્વમાં ઇક્વાડોર અને કોલંબિયા, દ્વારા ઉત્તર સીમાએ બોલિવિયા ની દક્ષિણ માં છે, ચિલીની દક્ષિણમાં, અને પ્રશાંત મહાસાગરની પશ્ચિમ પર છે. પેરૂ ક્ષેત્ર દુનિયામાં સૌથી પ્રાચીનમાંના એક એવા નોર્ટે ચીકો સભ્યતા, અને પ્રાચીન કાળના સૌથી મોટા પૂર્વ કોલમબિયન રાજ્ય ઇંકા સામ્રાજ્ય નું ઘર હતું. સ્પેનિશ સામ્રાજ્યએ ૧૬મી શતાબ્દીમાં ઇસ ક્ષેત્પર વિજય પ્રાપ્ત કરી અને એક વાઈસરોયલ્ટી સ્થાપી. ૧૮૨૧માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા કે બાદ, પેરૂ રાજનીતિક અશાંતિ અને આર્થિક સંકટનો અને સ્થિરતા અને આર્થિક ઉન્નતિ નો સમય જોયો છે. પેરૂ એક પ્ર ...

                                               

અરાલ સમુદ્ર

અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ ત્યારે આદિકાળમાં યુરેશીયા યુરોપ + એશીયા ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લા ...

                                               

એડનની ખાડી

એડનની ખાડી અરબી સમુદ્રમાં, યેમેન અને સોમાલિયા ની મધ્યમાં આવેલી છે. રાતા સમુદ્ર અને એડનની ખાડીને માત્ર ૨૦ કિલોમીટર પહોળો બાબ અલ-મન્દેવ જળમરુમધ્ય એકબીજા સાથે જોડે છે. આ જળમાર્ગ સુએઝ નહેર જળ પરિવહન માર્ગનો એક મહત્ત્વનો ભાગ છે, જે ભૂમધ્ય સમુદ્રને અરબી સમુદ્ર દ્વારા હિંદ મહાસાગર સાથે જોડે છે. આ ખાડીમાંથી દર વર્ષે લગભગ ૨૧,૦૦૦ જેટલાં વિશાળ જળવાહનો પસાર થાય છે. આ ખાડીમાં મોટા પાયે ચાંચીયાઓ દ્વારા ગતિવિધિઓ થતી હોવાને કારણે આ ખાડીને "ચાંચીયા માર્ગ" પણ કહેવાય છે.

                                               

ચુંબકીય ટેકરીઓ

ચુંબકીય ટેકરીઓ વિશ્વમાં અલગ વિસ્તારોમાં, જુદા જુદા દેશોમાં ૩૦ કરતાં પણ વધારે જગ્યાઓએ આવેલી છે. આ એવી ટેકરીઓ છે કે જેની ટોચ કોઈ મોટું ચુંબક હોય તેમ લાગે છે. અહીં વાહનો નીચેથી ટોચ તરફ ખેંચાય છે, એમ લાગે છે. પસાર થતું વિમાન ખેંચાઈને નીચું ઉતરી આવે એમ લાગે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના માત્ર દૃષ્ટિભ્રમ છે, આ જમીનમાં તપાસ કરતાં કોઈ ચુંબકીય બળ હોય એવો અનુભવ થતો નથી. આ પ્રકારનાં સ્થળો ગ્રેવિટી હિલ, મેગ્નેટિક હિલ, મેજિક હિલ, મિસ્ટ્રી હિલ તરીકે જાણીતાં બન્યાં છે, તથા અહીં સહેલાણીઓ આપમેળે નીચેથી ઉપર જતાં વાહનો જોવા જાય છે. વિશ્વમાં આવેલાં આવી અચરજભરી લાક્ષણિકતા ધરાવતા સ્થળો પૈકી ભારત દેશમા ...

                                               

જળ સંરચના

જળ સંરચના પૃથ્વીના ભૂતળ પર ઉપલબ્ધ પાણીના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, જળાશય, તળાવ, કુંડ, વાવ, કુવો વગેરે સ્વરુપમાં ઓળખવામાં આવે છે. આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.

                                               

જળાશય

જળાશય એટલે પાણીનો સંગ્રહ કરવા માટેનું સ્થાન. જળાશય નાનાં-મોટાં તળાવ, કૂવા, સરોવર, નદી પર બાંધવામાં આવેલા બંધને કારણે બનેલું સરોવર વગેરેને કહી શકાય. ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર અનેક કૃત્રિમ તેમ જ કુદરતી નાના તેમ જ વિશાળ જળાશયો જોવા મળે છે. જેમ કે અમદાવાદમાં કાંકરિયા તળાવ, વડોદરામાં સુરસાગર તળાવ, ભૂજમાં હમીરસર તળાવ, નર્મદા નદી પર બાંધવામાં આવેલું સરદાર સરોવર વગેરે.

                                               

દોઆબ

દોઆબ બે નદીઓ વચ્ચેના વિસ્તારને કહેવાય છે. તે દો અને આબ આ શબ્દોના સમાસ વડે બનેલ છે, જેમ કે ગંગા અને યમુના નદીઓ વચ્ચેનો ભૂપ્રદેશ. વિશ્વમાં આ પ્રકારના ઘણા દોઆબ છે, જેમ કે દજલા દોઆબ અને ફરાત દોઆબ વગેરે. પણ ભારતમાં દોઆબ ખાસ કરીને ગંગા, યમુના નદીઓના મધ્ય ક્ષેત્રને જ કહેવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશમાં શિવાલિક પહાડીઓથી અલ્હાબાદ ખાતે બંને નદીઓના સંગમ સુધી ફેલાયેલ છે. નીચેનો દોઆબ જે ઇટાવા જિલ્લાથી અલ્હાબાદ સુધી ફેલાયેલ છે, તેને અંતર્વેદ કહેવામાં આવે છે.

                                               

દ્વીપકલ્પ

દ્વીપકલ્પ એ તેની ભૂમિ સ્વરૂપ છે જેની મોટા ભાગે પાણીથી ઘેરાયેલું હોય છે, તે મુખ્ય ભૂમિથી જોડાયેલું છે જ્યાંથી તે ભૂ ભાગ આગળ વિસ્તરેલો હોય છે. તેની આજુબાજુ આવેલું પાણી સામાન્ય સળંગ કે કોઈ મોટી જળરાશિનો ભાગ હોવાનું માનવામાં આવે છે, પણ તેમ હોવું જરૂરી નથી. દ્વીપકલ્પને અંગ્રેજીમાં પેનેસ્યુલા સિવાય હેડલેન્ડ, કેપ, આઇલેન્ડ પ્રોમોન્ટરી, બિલ, પોઇન્ટ, ફોર્ક અથવા સ્પીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જમીનનો સાંકડો ભાગ જ્યારે જળરાશિમાં વિસ્તરે છે ત્યારે તેના છેડાને પોઈન્ટ કહેવામાં આવે છે તે કેપ જેટલો પહોળો કે વિસ્તૃત હોતો નથી. જ્યારે કોઈ નદી, ખૂબ સાંકડા મોં ધરાવતી ઘોડાની નાળના આકારમાં વહે છે ત્યારે તૈયાર થના ...

                                               

ધોધ

ધોધ, અંગ્રેજી: waterfall) એ એક ભૂસ્તરીય રચના છે, જેનું સર્જન ઊંચાઈમાં અચાનક ઘટાડો થતો હોય તેવા સ્થાને ધોવાણ ન થઇ શકે તેવા પથ્થરો ઉપરથી વહેતા પાણીના વહેણમાંથી થાય છે. ધોધ માનવસર્જીત પણ હોઇ શકે છે, જેનો ઉપયોગ બગીચાઓમાં કે અન્ય કુદરતી પૃષ્ઠભૂ ઉભી કરવા અલંકાર તરીકે થાય છે. ક્યારેક ધોધનું સર્જન પર્વતોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં ઝડપી ધોવાણ થઇ રહ્યું હોય અને પાણીના વહેણનો માર્ગ સતત બદલાતો હોય, આવી જગ્યાઓએ ધોધ વર્ષોના ધોવાણને કારણે નહીં પણ તેની સરખામણીમાં અચાનક થયેલ ભૂસ્તરીય ઘટનાને કારણે થાય છે, જેમકે જ્વાળામુખી ફાટવો. દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત* દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત

                                               

નકશો

નકશો એ ભૌગોલિક વિસ્તારનું ચિત્ર નિરૂપણ છે- તે જે તે સ્થળના પદાર્થો, ક્ષેત્ર અને સૂર જેવા ઘટકો વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્વરૂપમાં નિરૂપણ કરે છે. ઘણા નકશા ત્રીપરિમાણીય જગ્યાનું ભૂમિતિની દ્રષ્ટએ ચોકક્સ અથવા ચોક્કસની નજીક સ્થિર દ્વીપરિમાણીય નિરૂપણ છે, જ્યારે કેટલાક અન્ય ક્રિયાશીલ અથવા અરસપરસ અને ત્રિપરિમાણીય પણ હોય છે. નકશાનો મોટે ભાગે ભૂગોળનું ચિત્ર રજૂ કરવા માટે ઉપયોગ થતો હોવા છતાં તેના દ્વારા કોઇ પણ જગ્યા, વાસ્તવિક કે કાલ્પનિક જગ્યાનું સંદર્ભ અથવા માપ વગર પણ ચિત્ર નિરૂપણ કરી શકાય છે. દા.ત. બ્રેઇન મેપિંગ, ડીએનએ મેપિંગ અને એક્સ્ટ્રાટેરિસ્ટરિયલ મેપિંગ.

                                               

માર્ગ

માર્ગ એટલે એક જગ્યાએથી બીજી કોઇપણ જગ્યા પર જવા માટેનો રસ્તો, કે જેના દ્વારા ચાલીને કે કોઇ પ્રકારના વાહનની મદદ લઇને બે જગ્યા વચ્ચેનું અંતર પાર કરી શકાય. વિજ્ઞાનના વિકાસને કારણે હાલમાં સડકમાર્ગ, જળમાર્ગ, હવાઇમાર્ગ, રેલમાર્ગ તેમ જ ઉડનખટોલા વ્યવહારમાં છે, જે કોઇપણ બે સ્થળો વચ્ચેની હેરફેર માટે ખૂબ જ ઉપયોગી છે.

                                               

મેઘ

બારે મેઘ ખાંગા થવા - જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે.

                                               

રેડક્લિફ રેખા

ભારતના ભાગલા પછી,૧૭ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે અમલમાં આવી. આ રેખા સરહદ આયોગનાં વડા "સિરિલ રેડક્લિફ" દ્વારા નક્કિ કરાયેલ, જેમણે ૮,૮૦,૦૦,૦૦૦ લોકો સાથેના ૧,૭૫,૦૦૦ ચો.માઇલ નાં વિસ્તારને ન્યાયોચિત્ત રીતે વિભાજીત કરવાનો હતો.

                                               

વાતાવરણ

વાતાવરણ એ અવકાશમાં રહેલા કોઇ પણ ગોળાની ફરતે રહેલા વાયુના ગોળાનું નામ છે. વાતાવરણ માટેનો અંગ્રેજી શબ્દ એટમોસ્ફીયર છે જે બે ગ્રીક શબ્દો એટમોસ અને સ્ફીયરા નો બનેલો છે. અવકાશમાં કોઇપણ પદાર્થની ફરતે વિટળાયેલા વાતાવરણમાં મોટેભાગે અન્ય પદાર્થના બનેલા ગોળાની ફરતે તે ગોળાના ગુરુત્વાકર્ષણને કારણે પકડાઇ રહેલા વિવિધ વાયુ-સ્વરૂપ પદાર્થો હોય છે. કોઇપણ અવકાશીય ગોળાનું ગુરુત્વાકર્ષણ જેમ વધારે અને તાપમાન જેમ ઓછું તેમ તે ગોળાની પોતાનું વાતાવરણ જાળવી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.

                                               

વિશ્વની અજાયબીઓ

વિશ્વની સૌથી ભવ્ય માનવ નિર્મિત ઇમારતો અને કુદરતી વસ્તુઓની યાદી તૈયાર કરવા સદીઓથી વિશ્વની અજાયબીઓ ની વિવિધ સૂચિનું સંકલન કરવામાં આવે છે. પૌરાણિક વિશ્વની સાત અજાયબીઓ માનવ સર્જિત પ્રાચીન અવશેષોની પહેલી જાણીતી સૂચિ હતી, તે માર્ગદર્શક પુસ્તકો આધારિત અને પ્રાચિન ગ્રીસના પ્રવાસીઓમાં લોકપ્રિય હતી અને તેમાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં આવેલી કૃતિઓનો જ સમાવેશ થતો હતો. સાતનો આંકડો પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે ગ્રીક લોકો માને છે કે આ આંકડો ચોકસાઇ અને વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકારની ઘણી સૂચિ બનાવવામાં આવી હતી, તેમાં મધ્ય વિશ્વ અને આધુનિક વિશ્વનો પણ સમાવેશ થાય છે.

                                               

હિમવર્ષા

હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે. સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે. હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્યાં બરફ છવાયેલો રહેતો હોય છે. ક્યારેક સાઇબીરિયા જેવા બરફના રણમાં પણ હિમવર્ષા થાય છે. હિમવર્ષા થાય ત્યારે માનવજીવન એકદમ સંઘર્ષમય બની જાય છે. કેટલીકવાર થોડા દિવસ સુધી સ્થગિત થઈ જતું હોય છે. વાહનવ્યવહાર પણ દિવસો સુધી ઠપ થઈ જાય છે. રસ્તા, ઘર, વનસ્પતિ અને ખુલ્લી જમીન બધા પર બરફ જામી જાય છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →