Back

ⓘ ભાષાઓ - ગુજરાતી ભાષાઓ, હિંદી ભાષા, ભારતની શાસ્ત્રીય ભાષાઓ, ભારતની ભાષાઓની સૂચી, દક્ષિણ આફ્રિકા, ભારતીય-યુરોપીય ભાષાસમૂહ, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, અરબી ભાષા ..                                               

ગુજરાતી ભાષાઓ

ગુજરાતી ભાષાઓ એ તે ભારતીય ભાષાઓ છે કે જે ગુજરાતી ભાષાની સૌથી નિકટ છે. અલગ-અલગ ગુજરાતી ભાષાઓ ભારત, પાકિસ્તાન અને આફ્રિકાના વિસ્તારોમાં બોલવામાં આવે છે. આ ભાષાઓ વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને સિંધના પ્રદેશોમાં ઉદ્ભવી છે.

                                               

હિંદી ભાષા

હિંદી એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદ માંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે. હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મ ...

                                               

ભારતની શાસ્ત્રીય ભાષાઓ

વર્ષ ૨૦૦૪માં ભારત સરકારે કેટલાક જરૂરી માનકો પૂર્ણ કરતી પ્રાચીન ભાષાઓને "શાસ્ત્રીય ભાષા" નો દરજ્જો આપવાની શરૂઆત કરી છે. સૌપ્રથમ તમિલ ભાષાને વર્ષ ૨૦૦૪માં આ દરજ્જો અપાયો હતો, અત્યાર સુધી કૂલ છ ભાષાઓને "શાસ્ત્રીય" દરજ્જો આપવામાં આવ્યો છે, અને અન્ય કેટલીક ભાષાઓ માટે માંગ પણ કરવામાં આવી રહી છે.

                                               

ભારતની ભાષાઓની સૂચી

૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષા નો દરજ્જો પ્રદાન કરાશે. ત્યાર પછી શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ ૨૦૦૪ માં, સંસ્કૃત ૨૦૦૫ માં, કન્નડ ૨૦૦૮ માં, અને તેલુગુ ૨૦૦૮ માં. નો સમાવેશ થાય છે.

                                               

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે. તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2.798 kilometres નો દરિયાકિનારો ધરાવે છે. તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે. ક્ષેત્રફળ પ્રમાણે દક્ષિણ આફ્રિકા દુનિયામાં ૨૫મા ક્રમનો અને વસ્તીની દ્રષ્ટિએ ૨૪મા ક્રમનો દેશ છે. જોહાનસબર્ગ દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર છે. વિવિધ પ્રયોજનો માટે દક્ષિણ આફ્રિકાનાં ત્રણ પાટનગરો હોય છે: પ્રિટોરીયા, જ્યાં સરકારનું મુખ્ય કાર્યાલય આવેલું છે; બ્લુમ્ફોંટેન, જ્યાં દ ...

                                               

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ જગતમાં એક મુખ્ય ભાષાકુળ છે. યુરોપ, દક્ષિણ એશીયા, ઈરાણ, અનાતોલીયા, વગેરે ભૂભાગોમાં આ ભાષાકુળની ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. હાલમાં વિશ્વમાં ૩ અબજ ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો આવે છે. વિશ્વની ૨૦ મુખ્ય ભાષાઓ સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ, બાંગ્લા જૂના, રશિયન, જર્મન, મરાઠી, ફ્રેન્ચ, ઇટાલિયન, પંજાબી અને ઉર્દૂ આ ૧૨ ભાષાઓ ભારતીય-યુરોપીય કુળમાં આવી છે.

                                               

ગુજરાતી ભાષા

ગુજરાતી ‍ ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે, અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી ૬ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છ ...

                                               

અંગ્રેજી ભાષા

અંગ્રેજી એ પશ્ચિમ જર્મેનીક ભાષા છે, જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. 18મી, 19મી અને 20મી સદીની શરૂઆત સુધી બ્રિટિશ રાજના લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેમજ 20મી સદીના મધ્ય ભાગ સુધી યુનાઇટેડ સ્ટેટ્સને કારણે અંગ્રેજી ભાષા દુનિયાના ઘણા ખૂણાઓમાં લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ વિજ્ઞાનની આગળ પડતી ભાષા બની ગઇ. રાષ્ટ્ર સમૂહ દેશો તેમજ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં બીજી કે ગૌણ ભાષા અને અધિકૃત ભાષા તરીકે અંગ્રેજોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભ ...

                                               

સંસ્કૃત ભાષા

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

                                               

અરબી ભાષા

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે. આ ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

                                               

ગ્રીસ

ગ્રીસ અથવા યૂનાન યુરોપ મહાદ્વીપ માં સ્થિત દેશ છે. અહીંના લોકો ને યૂનાની અથવા યવન કહે છે. અંગ્રેજી તથા અન્ય પશ્ચિમી ભાષાઓમાં આમને ગ્રીક કહેવાયા છે. આ ભૂમધ્ય સાગરના ઉત્તર પૂર્વમાં સ્થિત દ્વીપોનો સમૂહ છે. પ્રાચીન યૂનાની લોકો આ દ્વીપ થી અન્ય ઘણાં ક્ષેત્રોમાં ગયા જ્યાં તેઓ આજે પણ અલ્પસંખ્યકના રૂપમાં મોજૂદ છે, જેમકે - તુર્કી, ઈજીપ્ત, પશ્ચિમી યુરોપ ઇત્યાદિ. યૂનાની ભાષા એ આધુનિક અંગ્રેજી તથા અન્ય યુરોપીય ભાષાઓ ને ઘણાં શબ્દ આપ્યાં છે. તકનીકી ક્ષેત્રોમાં આમની શ્રેષ્ઠતાને કારણે તકનીકી ક્ષેત્રના ઘણાં યુરોપીય શબ્દ ગ્રીક ભાષાના મૂળો થી બનેલા છે. આને કારણે આ અન્ય ભાષાઓ માં પણ આવી ગયાં છે. અહીંની રાજધાની ...

                                               

ભારતની પહાડી ભાષાઓ

હિમાલય પર્વતશ્રૃંખલાઓના દક્ષિણવર્તી ભૂભાગમાં કાશ્મીરના પૂર્વ ભાગથી લઈને નેપાળ સુધી પહાડી ભાષાઓ બોલાય છે. ગ્રિયર્સન નામના ભાષાશાસ્ત્રીએ આધુનિક ભારતીય આર્યભાષાઓનું વર્ગીકરણ કરતી વખતે પહાડી ભાષાઓને એક સ્વતંત્ર સમુદાય તરીકે સ્વીકારેલ છે. ચેટર્જીએ આ ભાષાઓને પિશાચી, દરદ અથવા ખસ પ્રાકૃત પર આધારિત માનીને મધ્યકાળમાં એના પર રાજસ્થાનની પ્રાકૃત તેમજ અપભ્રંશ ભાષાઓનો પ્રભાવ ઘોષિત કર્યો છે. એક નવીન મત અનુસાર કમ સે કમ મધ્ય પહાડી ભાષાઓનો ઉદ્ગમ શૌરસેની પ્રાકૃત છે, જે રાજસ્થાની ભાષાનું મૂળ પણ છે. પહાડી ભાષાઓના શબ્દસમૂહ, ધ્વનિસમૂહ, વ્યાકરણ આદિ પર અનેક જાતીય સ્તરોની છાપ પડી છે. યક્ષ, કિન્નર, કિરાત, નાગ, ખસ, શક ...

                                               

અપભ્રંશ

અપભ્રંશ એ એટલે મૂળ સ્વરૂપનું ખંડન થવું. ખાસ કરીને આ શબ્દ સંસ્કૃત ભાષામાં પ્રયોજાય છે, તે મુજબ ભ્રષ્ટ થયેલ શબ્દને અપભ્રંશ કહેવાય છે. મૂળ પ્રાકૃત ભાષામાંથી વિકૃત થયેલી ભાષાને અપભ્રંશ ભાષા કહેવાય છે. પ્રાચીન સંસ્કૃત ભાષા સંસ્કાર પામેલી ગણાય છે, અને તે સમયમાં જે સંસ્કાર વગરની ભાષા તે પ્રાકૃત ભાષા ગણાતી. આ પ્રાકૃત ભાષા કાળક્રમે વિશેષ વિકાર પામી ત્યારે તેમાંથી અપભ્રંશ ઉત્પત્તિ થઈ. ભગવદ્રોમંડળમાં જણાવ્યા પ્રમાણે કેટલાકનો મત એવો છે કે અપભ્રંશ તો આભીર વગેરેની બોલી હતી. અપભ્રંશને આભીર-ગોવાળી વગેરે જાતના લોકોની બોલી કહે છે. તેને છઠ્ઠી થી તેરમી સદી અને અધુનિક હિન્દી ભાષા વચ્ચેની ભાષા પણ ગણવામાં આવે છે ...

                                               

અમ્હારિક ભાષા

અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે. આ ભાષાને ઇથોપિયા સંઘીય લોકતાંત્રિક ગણરાજ્યમાં અધિકૃત કામકાજની ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ભાષા અરબી ભાષાની વિશ્વમાં સૌથી વધારે બોલાતી હોય તેવી બીજા ક્રમે આવતી સિમેટિક ભાષા છે. ઇથોપિયા ઉપરાંત મિસર, ઈઝરાયલ અને સ્વીડન ખાતે વસવાટ કરતા હોય તેવા ૨૭ લાખ લોકો પણ આ ભાષાનો સામાન્ય બોલચાલમાં ઉપયોગ કરે છે.

                                               

ઓડિયા ભાષા

ઓડિયા એ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાતી એક ઈન્ડો-આર્યન ભાષા છે. તે ઓડિશા જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું ની સત્તાવાર ભાષા છે, જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રના ભાગોમાં પણ આ ભાષા બોલાય છે. ઓડિયા ભારતની ઘણી સત્તાવાર ભાષાઓમાંની એક છે; તે ઓડિશાની સત્તાવાર ભાષા અને ઝારખંડની બીજી સત્તાવાર ભાષા છે. છત્તીસગઢમાં ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોની વસ્તી દ્વારા પણ આ ભાષા બોલાય છે. લાંબી સાહિત્યિક ઇતિહાસ ધરાવતા અને અન્ય ભાષાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધા ન હોવાના આધારે ઓડિયા એ ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ પ્રમાણિત ભાષા તરીકે નિયુક્ત કરવામાં આવેલી છઠ્ઠી ભા ...

                                               

ક્રોએશિયન ભાષા

રાજભાષા ક્રોએશિયન દક્ષિણ પૂર્વ યુરોપ માં પાનોનિયન પ્લેન, બાલ્કન્સ અને ભૂમધ્ય સાગર ની વચ્ચે વસેલ એક દેશ છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહેર જગરેબ છે.ક્રોએશિયા, સ્લોવેનિયા. ઈષૉ-૬૩૯-૧=હ્ર્ ઈષૉ-૬૩૯-૨=હ્ર્વ્/સ્ચ્ર્ ઈષૉ-૬૩૯-૩=હ્ર્વ્ ષીળ્=ઃઋવ્ ક્રોએશિયન-ઍન્ગ્લિશ્ ક્રોએશિયન

                                               

ગુજરાતી લિપિ

ગુજરાતી લિપિ એ ગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી, કચ્છી તેમજ કેટલીક અન્ય ભાષાઓ લખવામાં વાપરવામાં આવે છે.

                                               

ગૂગલ અનુવાદ

ગૂગલ અનુવાદ અથવા ગૂગલ ટ્રાન્સલેટ એક અનુવાદક સોફ્ટવેર તેમ જ સેવા છે, કે જે એક ભાષાના શબ્દો કે ફકરાનો અન્ય બીજી ભાષામાં અનુવાદ કરે છે. આ સોફ્ટવેર ગૂગલ ઇન્કોર્પોરેશન દ્વારા વિકસિત તેમ જ પરિચાલિત છે. આ માટે ગૂગલ સ્વયં પોતાના અનુવાદક સોફ્ટવેરનો પ્રયોગ કરે છે, જે સાંખ્યિકીય યાંત્રીકી અનુવાદ છે. વર્તમાન સમયમાં આમાં હિન્દીથી અન્ય ભાષાઓમાં તથા અન્ય ભાષાઓમાંથી હિન્દીમાં પણ અનુવાદ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે.

                                               

જર્મન ભાષા

જર્મન ભાષા એ યુરોપ ખંડમાં આવેલા જર્મની દેશની અધિકૃત ભાષા અને રાષ્ટ્રભાષા છે. જર્મન ભાષા મધ્ય યુરોપમા બોલાય છે. જર્મન ભાષાએ વિશ્વનિ એક મુખ્ય ભાષા છે. કુલ ૯.૫ કરોડ લોકો આ ભાષા પોતાની મુખ્ય ભાષા તરિકે વાપરે છે.અને આ ભાષા યુરોપ મા અગ્રિમ ક્રમાક ધરાવે છે. જર્મન ભાષાએ ૬ દેશ ની મુખ્ય ભાષા છે, સત્તાવાર ભાષા છે. અને ૧૩ દેશમા ઓછા પ્રમાણમા બોલાય છે.

                                               

તુર્કિશ ભાષા

તુર્કિશ એ તુર્કી, સાયપ્રસ, બલ્ગેરિયા, ગ્રીસ અને ઓટોમન સામ્રાજ્યનાં ભૂતપૂર્વ દેશોમાં અને યુરોપમાં સ્થાયી લાખો વસાહતીઓ દ્વારા બોલાતી ભાષા છે. તુર્કિશ એ તુર્કિક અને અલ્ટાઇક ભાષા કુળની ભાષા છે. તુર્કિશમાં ફિનિશ અને હંગેરિયન જેવી સ્વર સંવાદિતા છે. શબ્દનો ક્રમ સામાન્ય રીત સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ SOV હોય છે. ૯૦૦ થી ૧૯૨૮ સુધી તુર્કિશ અરેબિક અક્ષરો વડે લખાતી હતી. પરંતુ, મુસ્તફા કમાલ અટાતુર્કે તેને લેટિન અક્ષરોમાં ફેરવી. તુર્કિશ સરકારે જાહેર કર્યું કે લેટિન અક્ષરો એ સાક્ષરતામાં વધારો કરશે કારણ કે અરેબિક અક્ષરો શીખવા અઘરા છે. વાસ્તવમાં, સાક્ષરતાના દરમાં વધારો થયો અને નવાં અક્ષરો અમલમાં આવ્યા પછી સાક્ષ ...

                                               

દેવનાગરી

દેવનાગરી એક પ્રાચીન લિપિ છે. સંસ્કૃત અને હિંદી જેવી ઘણી ભારતીય ભાષા દેવનાગરી લિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. બીજી ઘણી બધી ભાષાઓની જેમ દેવનાગરી લિપિ ને પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક રેખા દોરવા માં આવે જે જેને શિરોરેખા કહેવાય છે.

                                               

નેપાલ ભાષા

                                               

નેપાળી ભાષા

નેપાળી એ ભારતીય ઉપખંડમાં બોલાતી એક ભાષા છે. આ ભાષા નેપાળ દેશની અધિકૃત રાષ્ટ્રીય ભાષા છે, આ ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલી હિમાલય પર્વતમાળાના કેટલાક પહાડી વિસ્તારોમાં પણ બોલાય છે.

                                               

પશ્તો ભાષા

પશ્તો, પઠાણી અથવા અફઘાની ભાષા એ પૂર્વીય ભારતીય-ઈરાની ભાષા છે. તે ભારતીય-યુરોપીય ભાષાકુટુંબનો ભાગ છે. પશ્તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દેશોની ભાષા છે. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં બોલાય છે. પરંતુ મધ્યયુગ દરમ્યાન પઠાણ શાસકોના આગમન સાથે પશ્તો ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે. ઉર્દૂ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં પશ્તો ભાષાની અસર દેખાઇ આવે છે.

                                               

ફારસી ભાષા

ફારસી ભારતીય-યુરોપીય ભાષાસમૂહના ભારતીય-ઇરાની ભાગમાં આવેલી એક ભાષા છે. એ ઈરાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન દેશોની મુખ્ય ભાષા છે પરંતુ તે મુખ્યત્વે ઇરાનમાં બોલાય છે. ફારસી અરબી લિપિમાં લખાતી આવી છે.

                                               

ફીજી હિંદી

ફીજી હિંદી ૩,૧૩,૦૦૦ લોકોની માતૃભાષા છે. આ ભાષા ભારતીય મૂળના ફીજી લોકો બોલે છે. આ ભાષા હિંદીના પ્રકાર અવધી અને ભોજપૂરી પરથી ઉતરી આવી છે. આ સિવાય આ ભાષામાં ફીજી અને અંગ્રેજી ભાષાના પણ શબ્દો વિપુલ પ્રમાણમાં છે. જેવો સંબંધ આફ્રીકાન્સ અને ડચ ભાષા વચ્છે છે તેવો જ સંબંધ ફીજી હિંદી અને મૂળ હિંદી વચ્ચે છે. તે પેસિફિક ગૂંગણાટ સાથે બોલાય છે. તાજેતરના સમયમાં ફીજીમાં રાજકીય ઊથલપાથલને કારણે ફીજી ભારતીયો મોટી સંખ્યામાં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા ગયા અને ફીજી હિંદીનું પણ સ્થળાંતર કર્યું.

                                               

બોડો ભાષા

બોડો ભાષા તિબેટો-બર્મન ભાષા છે,જે ઉતર પૂર્વીય ભારત તેમજ નેપાળ અને બાંગ્લાદેશમાં વસતા બોડો જાતિનાં લોકો દ્વારા બોલવામાં આવે છે. આ ભાષા આસામ રાજ્યની અધિકૃત ભાષાઓમાંની એક અને ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક ભાષા છે.

                                               

ભાષા

વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતું એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી. ભારત દેશમાં ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી ભાષા, મલયાલમ ભાષા, તમીળ ભાષા, કન્નડ ભાષા, પંજાબી ભાષા, સિંધી ભાષા, તેલુગુ ભાષા, હિન્દી ભાષા, ઉર્દૂ ભાષા, આસામી ભાષા, કાશ્મીરી ભાષા, મૈથિલી ભાષા, સંસ્કૃત ભાષા, સંથાલી ભાષા, અંગ્રેજી ભાષા, નેપાલ ભાષા, મારવાડી ભાષા, ભોજપુરી ભાષા વગેરે અલગ નીચે પ્રમાણેની ભાષાઓ બોલવામાં આવે છે.

                                               

મારવાડી ભાષા

મારવાડી એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજસ્થાની ભાષા છે. પડોશના રાજ્યો ગુજરાત અને હરિયાણા તેમજ પાકિસ્તાનના પૂર્વ ભાગ અને નેપાળમાં સ્થાયી થયેલા અમુક લોકો પણ મારવાડી ભાષા બોલે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭૮ લાખ લોકો મારવાડી ભાષા બોલે છે. મોટાભાગના મારવાડી ભાષા બોલતા લોકો રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં રહે છે. મારવાડીની આશરે ૧૨ જેટલી બોલીઓ છે. મારવાડી મોટાભાગે દેવનાગરી લિપીમાં લખાય છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં તે ફારસી-અરેબિક લિપીમાં લખાતી જોવા મળે છે.

                                               

મિઝો ભાષા

મિઝો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યની એક ભાષા છે. ભારતમાં મિઝોરમ, બર્મા અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોમાં આ ભાષા બોલવામાં આવે છે. મિઝો ભાષા મિઝોરમ રાજ્યની મુખ્ય ભાષા છે. આ ભાષાને લુશાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે.

                                               

વજ્જિકા બોલી

વજ્જિકા બોલી મુખ્યત્વે બિહાર રાજ્યના શિવહર, સીતામઢી,મુજફ્ફરપુર તેમ જ વૈશાલી જિલ્લાઓમાં વહેવારમાં બોલવામાં વપરાતી ભાષા છે. નેપાળમાં સરલાહી જિલ્લામાં તેમ જ તેની આસપાસના ક્ષેત્રોના લોકો પણ વજ્જિકા બોલી બોલે છે. જગતના પ્રથમ લોકતંત્ર વજ્જિસંઘની લોકભાષા વજ્જિકા એક અતિ પ્રાચીન બોલી/ભાષા છે. પ્રાચીન મિથિલાના કેન્દ્ર જનકપુરનેપાળ, કે જે વજ્જિકા ભાષી ક્ષેત્ર અંતર્ગત આવતું હતું, ત્યાં આજે પણ વજ્જિકા બોલી બોલાય છે. આ હકીકતના આધારે એમ કહી શકાય કે વજ્જિકા વાસ્તવમાં પ્રાચીન મૈથિલી ભાષા છે. જેના પાયા પર મધ્યકાળના રાજ્યાશ્રયી વિદ્વાન કવિઓએ આધુનિક સમયની મૈથિલી ભાષાનું નિર્માણ કર્યું. વિદ્વાનોના અસહયોગ તેમ જ ...

                                               

વૅલેન્શિયન

વૅલેન્શિયન એ વૅલેન્શિયા ના પ્રદેશના લોકો દ્વારા ત્યાં બોલાતી એક ભાષાને અપાયેલું નામ છે. આ ભાષાને યુરોપના અન્ય ભાગોમાં કૅટલન કહે છે. બીજી બાજુ વૅલેન્શિયન શબ્દનો ઉપયોગ ભાષાશાસ્ત્રીઓ એવો કરે છે કે તે કૅટલન ભાષાની એક બોલી છે જે મધ્ય અને દક્ષિણ વૅલેન્શિયામાં બોલાય છે. વૅલિન્શિયન વૅલેન્શિયાની સત્તાવાર ભાષા છે. જનરાલિટાટ વૅલેન્શિયાએ જૂન ૨૦૦૫માં છેલ્લે કરેલ ગણતરી પ્રમાણે વૅલેન્શિયાની વસ્તીમાં ૯૪% લોકો વૅલેન્શિયન સમજી શકે છે, લગભગ ૭૮% લોકો બોલી અને વાંચી શકે છે, જ્યારે ૫૦% લોકો લખી શકે છે.

                                               

શાસ્ત્રીય ભાષા

શાસ્ત્રીય ભાષા, એ ભાષાઓ છે જેનું સાહિત્ય શાસ્ત્રીય હોય છે. એટલેકે તે પ્રાચિન હોવી જોઇએ, તેની સ્વતંત્ર પરંપરા હોવી જોઇએ જે અન્ય પરંપરાની શાખાનાં રૂપમાં નહીં પણ મહદઅંશે સ્વયં વિકાસ પામેલ હોય અને તે વિશાળ અને અત્યંત ઉચ્ચ કક્ષાનું પ્રાચિન સાહિત્ય ધરાવતી હોવી જોઇએ.

                                               

સિંધી ભાષા

સિંધી ભાષા ભારતનાં પશ્ચિમ અને ઉત્તર ભાગમાં અને એમા પણ ખાસ કરીને ગુજરાત અને દિલ્હી તથા પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં બોલવામા આવતી એક મૂળ ભાષા છે. મૂળ સિંધ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવેલાં લોકો કે જેઓ સિંધી તરિકે ઓળખાય છે તેઓની આ માતૃભાષા છે. તેનું વર્ગીકરણ આર્ય ભાષાના પેટા પ્રકાર તરીકે કરવામાં આવે છે. આર્ય ભાષા પરિવાર જેમા સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, પંજાબી, વિગેરે ભાષાઓ શામેલ છે. સિંધી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે અને ભારતમાં આના માટે અરબી અને દેવનાગરી બંને લિપિઓનો ઉપયોગ થાય છે.

                                               

સૌરાષ્ટ્ર ભાષા

સૌરાષ્ટ્ર ભાષા એક ઇન્ડો-આર્યન ભાષા છે. આ ભાષા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રી લોકો દ્વારા બોલાય છે, જેઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં વર્તમાન ગુજરાતના લાટ ક્ષેત્રમાંથી સ્થળાંતર કરી આવ્યા છે. સૌરાષ્ટ્ર, સૌરસેની પ્રાકૃતની એક શાખા ભાષા છે, જે કોઇ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં બોલાતી હતી, હવે આ ભાષા માત્ર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં જ બોલવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભાષાને ભળતા નામની જ પોતાની લિપિ છે, ઉપરાંત તે તમિલ, તેલુગુ અને દેવનાગરી લિપિઓમાં પણ લખાય છે. સૌરાષ્ટ્ર લિપિ, બ્રાહ્મી લિપિના મૂળની છે. દક્ષિણની દ્રવિડ ભાષાઓથી વિપરીત, સૌરાષ્ટ્ર એક ઇન્ડો-યુરોપીયન ભાષા છે. ભારતની જનગણનામાં આ ભાષાને ગ ...

                                               

સ્પેનિશ ભાષા

સ્પેનિશ, español, ભાષા રોમાન્સ ભાષા સમૂહની એક ભાષા છે જેનો ઉદ્ભવ સ્પેનના કાસ્ટિલે વિસ્તારમાં થયો હતો અને આજે તે વિશ્વના કરોડો લોકોની ભાષા છે.

                                               

સ્વીડિશ

સ્વીડિશ, મુખ્યત્વે સ્વિડન અને ફીનલેંડમાં આશરે 92 લાખ લોકો દ્વારા સ્વાભાવિક રીતે બોલાતી એક ઉત્તર-જર્મન ભાષા છે આ ચાર દેશોની સત્તાવાર ભાષા છે.

કેચુઆ ભાષા
                                               

કેચુઆ ભાષા

કેચુઆ અથવા ક્વેચુઆ ભાષા દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વત ક્ષેત્રમાં મૂળ નિવાસીઓ દ્વારા બોલાતી ભાષાઓનો એક પરિવાર છે. આ બધી ભાષા લુપ્ત થતી જતી ક્વેચુઆ ભાષાની વંશજ છે અને આધુનિક યુગમાં લગભગ ૯૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે.

                                               

બાલબોધ લિપિ

બાલબોધ લિપિ દેવનાગરી લિપિનું એક વિસ્તૃત સ્વરૂપ છે જેમાં મરાઠી, કોરકુ અને અન્ય કેટલીક ભાષાઓ લખવા માટે ઉપયોગમાં લેવાય છે. હિંદી, નેપાળી, ડોગરી અને અન્ય ભાષાઓમાં ઉપયોગમાં લેવાતા દેવનાગરી લિપિના બધા અક્ષરો અને ચિન્હો ઉપરાંત આ શૈલીમાં "ળ" અક્ષર અને "રફાર" કહેવાતું ચિન્હ-સંકેત र्‍ પણ ઉપલબ્ધ છે, જેની મરાઠી ભાષા અને કોરકુ ભાષામાં જરૂર પડે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →