Back

ⓘ પુસ્તક - ત્રિશંકુ, પુસ્તક, પરબ, પ્રકટીકરણનું પુસ્તક, પંખીજગત, ક્લાન્ત કવિ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર, રાસમાળા, એપ્રિલ ૨૩, મુસલમાન, સમયસાર ..                                               

ત્રિશંકુ (પુસ્તક)

ત્રિશંકુ ભારતીય લેખક સચ્ચિદાનંદ વાત્સ્યાયન અજ્ઞેય દ્વારા હિંદી ભાષામાં લખાયેલ ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ છે; જે ૧૯૪૫માં પ્રગટ થયો હતો. આ સંગ્રહના નિબંધોમાં મોટેભાગે ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની ચર્ચા કરવામાં આવેલ છે.

                                               

પુસ્તક પરબ

ગુજરાતી ભાષામાં પરબ શબ્દનો એક અર્થ તરસ્યાને પાણી આપવા માટે ઉભો કરેલી વ્યવસ્થા એવો થાય છે. અહીં "પુસ્તક પરબ" એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. પુસ્તકાલયોમાંથી પુસ્તકો પ્રાપ્ત કરવા એ બધાને માટે સહજ કામ નથી હોતું. પુસ્તક પરબ બધાને એક સરખી રીતે આવકારે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ પુસ્તક પરબમાંથી પુસ્તકો લઇ જઈ શકાય છે. ગુજરાતના ઘણા પ્રદેશોમાં પુસ્તકની પરબો ચાલે છે. એક તો અમદાવાદમાં માતૃભાષા અભિયાનના મધ્યસ્થ કાર્યાલયમાં અને અમદાવાદમાં દસ સ્થળે અને અમદાવાદ બહારના વિસ્તારોમાં આણંદ, ખેડબ્રહ્મા, થરા, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોંડલ, પ્રાંતિજ, સુરેન્દ્રનગર, મોડાસા, હિં ...

                                               

પ્રકટીકરણનું પુસ્તક

પ્રભુ ઇસુના અનુયાયીઓ પૈકી એક યોહાન પણ હતો. ઇસુનાં વધ બાદ તેણે ઇશ્વરનો ઘણો પ્રચાર કર્યો હતો જેનાં ફળસ્વરૂપે તેને પાત્મસ નામના બેટ પર બંદીવાન તરીકે રાખવામાં આવ્યો હતો. તે બંદીવાસ દરમ્યાન પણ પ્રભુ ભક્તિ કરતોજ રહ્યો. ત્યાં તેને સ્વર્ગમાંથી પ્રભુ ઇસુનાં દર્શન થયા અને તેમણે ભવિષ્યમાં આકાશ તથા પૃથ્વી પર કઇ બાબતો બનવાની છે તે જણાવી, યોહાને તેને પુસ્તક રૂપે લખી, જે પ્રકટીકરણના પુસ્તક તરીકે ઓળખાયું. બાઇબલનું આ છેલ્લું પુસ્તક છે જેમાં, આ સમગ્ર સંસારના વિનાષની આગાહીઓ કરવામાં આવી છે, જેને ઇસ્લામમાં કયામત અને ખ્રિસ્તી ધર્મમાં જજમેન્ટ ડે તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શૈતાન અને તેના સાથીદારો તથા યહોવાહ અને ...

                                               

પંખીજગત (પુસ્તક)

પંખીજગત એ ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની ખાસીયતો વિષેની રેખાચિત્રો સહિતની માહિતિ આપતું પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈનું ગુજરાતી ભાષાનું પુસ્તક છે, જે પક્ષીવિદો અને અભ્યાસુઓમાં સંદર્ભગ્રંથ તરીકે કામમાં લેવાય છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર નર અને માદા દૂધરાજ અંગ્રેજી: Paradise Flycatcherની જોડીનું રંગીન રેખાચિત્ર છે.

                                               

ક્લાન્ત કવિ (પુસ્તક)

ક્લાન્ત કવિ એ ગુજરાતી કવિ બાલાશંકર કંથારીયા ની કવિતાઓનો સંગ્રહ છે જે ૧૯૪૨માં ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં કવિના અગાઉ પ્રગટ થયેલ - ક્લાન્ત કવિ, સૌંદર્યલહરી, હરિપ્રેમ પંચદશી - એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્રકીર્ણ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

                                               

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર એ પુસ્તકોની ઓળખ માટે દસ આંકડાનો બનેલો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ માટે પરિપત્ર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા ૦ થી ૯ હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બી ...

                                               

રાસમાળા

રાસમાળા એ અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા લખાયેલ ગુજરાત પ્રાંતનો ઈતિહાસ રજૂ કરતું ઐતિહાસિક પુસ્તક છે. અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તક ૧૮૫૬માં પ્રકાશિત થયું હતું.

                                               

એપ્રિલ ૨૩

૧૯૩૦ – પેશાવરમાં હાલ પાકિસ્તાનમાં રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત. ૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો હિંદુ વારસા ધારો ૧૯૫૭. ૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પહેલીની હાજરીમાં ભજવવામાં આવ્યું. ૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું. ૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું. ૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના. ૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજ ...

                                               

મુસલમાન

મુસ્લિમ કે મુસલમાન લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા ને અલ્લાહના પયગંબર માને છે. અરબીમાં "મુસ્લિમ"નો અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે ઇસ્લામ ધર્મ પાળતા લોકો મુસ્લિમ કહેવાય છે.

                                               

મચ્છુ નદી

મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૩૦ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઇને અંતે માળિયા તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.

                                               

પીપર (તા. લખપત)

પીપર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

હિંદ સ્વરાજ

હિંદ સ્વરાજ અથવા ઇન્ડિયન હોમ રૂલ મોહનદાસ કે. ગાંધી દ્વારા ૧૯૦૯માં લખાયેલું એક પુસ્તક છે. તેમાં તેમણે સ્વરાજ, આધુનિક સભ્યતા, યાંત્રિકીકરણ વગેરે અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પુસ્તક પર ૧૯૧૦માં અંગ્રેજો દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો.

                                               

અન ટુ ધિસ લાસ્ટ

અન ટુ ધિસ લાસ્ટ એ અંગ્રેજ સંસ્કૃતિચિંતક અને કળામીમાંસક જ્હોન રસ્કિન દ્વારા લિખીત સુપ્રસિદ્ધ ગદ્યકૃતિ છે. આ કૃતિ દ્વારા રસ્કિન કહેવા માંગે છે કે આર્થિક ઉત્કર્ષ અને સામાજિક નીતિનિયમોનાં ધોરણો વચ્ચે સંવાદ હોવો અનિવાર્ય છે. મહાત્મા ગાંધીની રાજકીય, આર્થિક તેમજ સામાજિક વિચારસરણી ઉપર આ કૃતિમાં વ્યક્ત થયેલો નીતિમૂલક અભિગમનો નિર્ણાયક પ્રભાવ રહેલો છે. પ્રચલિત આર્થિક સિદ્ધાંતોમાં રહેલી વિસંગતિઓ પ્રગટ કરતા રસ્કિનના ચાર નિબંધો અન ટુ ધિસ લાસ્ટ માં સંગ્રહાયેલા છે. પહેલા નિબંધ રૂટ્સ ઑફ્ ઑનર માં રસ્કિને દર્શાવ્યું છે કે આધુનિક રાજકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન નથી, પણ ભ્રમ છે. બીજો નિબંધ વેનસ ઑફ્ વેલ્થ દર્શાવે છે ...

                                               

આઇન-એ-અકબરી

આઇન-એ-અકબરી એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે. તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે.

                                               

આત્મવૃત્તાંત

આત્મવૃત્તાંત એ મણિલાલ દ્વિવેદી દ્વારા લીખિત આત્મકથા છે. આ પુસ્તકમાં મણિલાલે ૧૮૯૬ સુધીના પોતાના જીવનની હકિકતો આલેખી છે. મણીલાલના અવસાન પછી ૮૦ વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઘણો ઊહાપોહ થયો હતો, કેમ કે તેમાં લેખકના અંગતજીવનનું અને તેમના લગ્નબાહ્ય સંબધોનું નીર્ભિક અને નિખાલસ આલેખન થયેલું છે. આ પુસ્તકમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે

                                               

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર એ ક્રમિક પ્રકાશનો ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.

                                               

ઇન્ડિયા આફ્ટર ગાંધી

ઇન્ડિયા આફ્ટર ગાંધી: ધ હિસ્ટ્રી ઑફ્ વર્લ્ડસ્ લાર્જેસ્ટ ડેમોક્રસી, એ ભારતીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહા દ્વારા લખાયેલ પુસ્તક છે, જેનું પ્રથમ સંસ્કરણ હાર્પર કૉલિન્સ વડે ૨૦૦૭માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતીય રાષ્ટ્રના બ્રિટીશ સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદનો ઇતિહાસ અંકિત કરવામાં આવેલો છે. આ પુસ્તકને ધ ઇકોનોમિસ્ટ, ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને આઉટલુક દ્વારા બૂક ઑફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પુસ્તકને અંગ્રેજી માટે ૨૦૧૧નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. ધ હિંદુ મુજબ પુસ્તક એક દાયકા નું શ્રેષ્ઠ નોન-ફિક્શન પુસ્તકોમાંનું એક હતું. ઈન્ડિયા ટુડે ના પત્રક ...

                                               

કબીર બીજક

જ્ઞાન-ચૌતીસા Gyan-chautisa ચાચર Chachar હિંડોલા Hindola રમૈની Ramaini વિપ્રમતીસી Vipramatisi સાખી Sakhi કહારા Kahara બિરાહુલી Birahuli બેલી Beli બસન્ત Basant શબદ Shabd

                                               

કુસુમમાળા

કુસુમમાળા ૧૯મી સદીના ગુજરાતી કવિ નરસિંહરાવ દિવેટિયાનો ૧૮૮૭માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ ગણાતા આ સંગ્રહે અર્વાચિન ગુજરાતી કવિતાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતી લેખક અને વિવેચક રમણભાઈ નીલકંઠે આ સંગ્રહને રણમાં એક જ મીઠી વીરડી તરીકે ઓળખાવ્યો હતો. પાશ્ચાત્ય ઢબનાં આ કાવ્યકુસુમોમાં રસના પ્રાધાન્યની ઊણપ પ્રત્યે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ધ્યાન દોરેલું; જો કે તેમણે કવિત્વની દૃષ્ટિએ આ સંગ્રહને આવકાર્યો હતો.

                                               

ગંગાલહરી

ગંગાલહરી એ બે અલગ રચનાઓનાં નામ છે. ૧ પંડિત જગન્નાથ તર્કપંચાનન દ્વારા સંસ્કૃત ભાષામાં રચિત ગંગાસ્તવન. એમાં માત્ર ૫૨૧ શ્લોક છે, જેમાં તેમણે ગંગાના વિવિધ ગુણોનું વર્ણન કરતાં પોતાના ઉદ્ધાર માટે અરજ કરી છે. આ માટે એક કથા પ્રસિદ્ધ છે. પંડિત જગન્નાથે લબંગી નામની એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં. જ્યાં સુધી તે દિલ્હીના દરબારમાં રહ્યા, તેની સાથે સુખભોગ કરતા રહ્યા. જ્યારે વાર્ધક્ય પ્રાપ્ત થયું ત્યારે તેઓ કાશી આવ્યા. પણ કાશીના પંડિતો દ્વારા મુસ્લિમ મહિલા સાથે રહેવાને કારણે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે અપમાન તેમનાથી સહન ન થયું. તેઓ પત્ની સાથે ગંગા કિનારે જઈને બેઠા અને પોતાની રચેલ ગંગાલહરી ...

                                               

ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક

ગોવર્ધનરામ: ચિંતક ને સર્જક ભારતીય લેખક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી દ્વારા લખાયેલું પુસ્તક છે. તે ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેનું ૧૯૬૨માં લખાયેલું ગુજરાતી ભાષાનું વિવેચનાત્મક લખાણ છે. તેને ગોવર્ધનરામ પરનું મહત્વનું કાર્ય માનવામાં આવે છે.

                                               

જનાન્તિકે

જનાન્તિકે ૧૯૬૫માં ભારતીય લેખક સુરેશ જોષીના અંગત નિબંધોનો સંગ્રહ છે. વી. વાય. કંટકે ઇન્ટિમેટ એસાઇડ્સ શીર્ષક હેઠળ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

                                               

ધ મિથ ઑવ્ સિસિફસ

ધ મિથ ઑવ્ સિસિફસ એ ફ્રેંચ લેખક અને ફિલોસોફર આલ્બેર કેમ્યૂ લિખિત નિબંધ છે, જે ૧૯૪૨ માં પ્રગટ થયો હતો. તેનું અંગ્રેજી ભાષાંતર ૧૯૫૫માં પ્રગટ થયું હતું. આ નિબંધમાં કેમ્યૂએ એબ્સર્ડ ની તાત્વિક વિભાવના સમજાવી છે.

                                               

ધ વેલ્થ ઑફ નેશનઝ

એન ઇન્કવાયરી ઇન્ટૂ ધ નેચર એન્ડ કૉસઝ ઑફ ધ વેલ્થ ઑફ નેશન્ઝ પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથની સૌથી મહાન રચના છે. આ સાલ ૧૭૭૬માં, ઔદ્યોગિક ક્રાંતિથી પૂર્વ પ્રકાશનમાં આવી હતી. આ આધુનિક અર્થશાસ્ત્રનો મુખ્ય આધાર છે.

                                               

નાનાલાલ (મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર)

નાનાલાલ એ ગુજરાતી કવિ નાનાલાલ વિશે સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર ગ્રંથમાળા અંતર્ગત પ્રગટ થયેલ અંગ્રેજી પુસ્તિકા છે. યુ. એમ. મણિયાર દ્વારા લિખિત આ પુસ્તિકા ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ થઈ હતી.

                                               

પૂર્વાલાપ

પૂર્વાલાપ એ ૧૯૨૩માં મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કવિ કાન્તનો મરણોત્તર પ્રકાશિત કવિતાસંગ્રહ છે. કાન્તે કરુણરસના ગ્રીક અને સંસ્કૃત ખ્યાલોને મિશ્રિત કરીને ખંડકાવ્ય નું નવું સ્વરૂપ શોધ્યું છે. કાન્તે આ કૃતિ દ્વારા વસંતવિજય, ચક્રાવકમિથુન, દેવયાની અને સાગર અને શશી જેવી અનેક નોંધપાત્ર સાહિત્યિક કવિતાઓ આપી છે.

                                               

પ્રબન્ધચિન્તામણિ

પ્રબન્ધચિન્તામણિ અથવા પ્રબોધચિન્તામણિ એ મેરુતુંગસૂરિએ ઈ.સ. ૧૩૦૫માં લખેલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો ગ્રંથ છે. એમાં પાટણના ચાવડા વંશથી લઈને સોલંકી રાજવીઓ વિશે તથા વસ્તુપાળના ચરિત્ર વિશે મહત્ત્વની વિગતો આપવામાં આવી છે. ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં લખાયેલ આ ગ્રંથને ગુજરાતના પ્રાચિન ઇતિહાસ માટે એક મહત્ત્વનો આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથમાં સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષાઓનો ઉપયોગ થયેલ છે.

                                               

પ્રિન્સિપિયા

ફિલૉસૉફી નેચુરાલિસ્ પ્રિન્સિપિયા મૅથેમૅટિકા એ આઇઝેક ન્યૂટન દ્વારા લિખીત ત્રણ ભાગમાં વિભાજીત ગ્રંથ છે. આ ગ્રંથ સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતો છે. આ ગ્રંથ ૧૬૮૭માં પ્રકાશિત થયો હતો. રોજર કૉટ્સ ના સહકારથી તેની બીજી આવૃત્તિ ૧૭૧૩માં પ્રસિદ્ધ થઈ હતી, જ્યારે હેન્રી પેમ્બર્ટના સહયોગથી તૈયાર થયેલી ત્રીજી આવૃત્તિ ૧૭૨૬માં પ્રકાશિત થઈ હતી. અને ત્યાર પછી આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને તે પરના અનેક વિવેચન ગ્રંથો પ્રગટ થયેલા છે. આ ગ્રંથ મૅથેમૅટિકલ પ્રિન્સિપલ્સ ઑવ્ નેચરલ ફિલૉસૉફી નામે પણ ઓળખાય છે. આ ગ્રંથમાં ન્યૂટનના ગતિના નિયમો તરીકે ખ્યાતી પામેલા નિયમો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમો તેમજ પાર્થિવ અન ...

                                               

પ્રેમચંદ: કલમ કા સિપાહી

પ્રેમચંદ: કલમ કા સિપાહી હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ નું જીવનચરિત્ર છે, જે તેમના પુત્ર અને સાહિત્યકાર અમૃત રાય દ્વારા લખવામાં આવ્યું હતું. ૧૯૬૨માં પ્રકાશિત થયેલ આ પુસ્તકને ૧૯૬૩ના વર્ષનો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો. હિંદીના અગ્રણી સર્જક પ્રેમચંદની સર્વપ્રથમ જીવનકથા હોવા ઉપરાંત આ પુસ્તક જીવનકથાની લેખનકળાનો હિંદી સાહિત્યમાં સર્વપ્રથમ સફળ પ્રયાસ લેખાય છે.

                                               

બુદ્ધ અને તેમનો ધમ્મ

બુદ્ધ અને તેમનો ધમ્મ એ ગૌતમ બુદ્ધ ના જીવન અને બૌદ્ધ ધર્મ પરનું ડૉ. ભીમરાવ રામજી આંબેડકર‎ દ્વારા લખાયેલ અને ૧૯૫૭માં પ્રકાશીત થયેલું પુસ્તક છે. આ પુસ્તક ભારતીય બૌદ્ધોમાં ધર્મગ્રંથનો દરજ્જો ધરાવે છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો હિન્દી, ગુજરાતી, તેલુગુ, તામિલ, મરાઠી, મલયાલમ અને કન્નડ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે.

                                               

ભગવદ્ગોમંડલ

ભગવદ્ગોમંડળ ની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના સંશોધનને અંતે ગુજરાતી ભાષા માટેનો ગ્રંથ "ભગવદ્ગોમંડલ" રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.

                                               

રાઈનો પર્વત

મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા બાદ એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહિં. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.

                                               

રાજવિનોદ મહાકાવ્ય

રાજવિનોદ મહાકાવ્ય મૂળ સંસ્કૃત માં લખવામાં આવેલ ગુજરાતના સુલતાન મહમૂદશાહ કે જે મહમદ બેગડો તરીકે ઓળખાય છે, એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ ઉદયરાજ દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ભારતી શેલત અને ઉર્દૂમાં ભાવાનુવાદ ઝુબેર કુરેશીએ કર્યો છે.

                                               

સમયસાર

સમયસાર એ આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચાયેલ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં દસ અધ્યાયોમાં જીવની પ્રકૃતિ, કર્મ બંધન અને મોક્ષની ચર્ચા કરવામાં આવેલ છે. આ ગ્રંથ બે-બે પંક્તિઓ વડે બનેલી ૪૧૫ ગાથાઓનો સંગ્રહ છે. આ ગાથાઓ પાલી ભાષામાં લખાયેલ છે. આ સમયસારનાં કુલ નવ પ્રકરણો છે, જે ક્રમામુસાર નીચે મુજબ છે- બંધ અધિકાર આસ્રવ અધિકાર સંવર અધિકાર મોક્ષ અધિકાર નિર્જરા અધિકાર જીવાજીવ અધિકાર સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર કર્તૃ-કર્મ અધિકાર પુણ્ય–પાપ, અધિકાર આ નવ પ્રકરણોમાં પ્રવેશ કરતાં પહેલાં એક પ્રસ્તાવના છે, જેને તેઓ પૂર્વરંગ કહે છે. આ સમયસાર ગ્રંથનું પ્રવેશદ્વાર છે. એમાં જ તેઓ ચર્ચા કરે છે કે સમય શું છે. આ ચર્ચા અત્યંત અર ...

                                               

સિદ્ધહેમશબ્દાનુશાસન

સિદ્ધહેમશબ્દાનુશાસન અથવા શબ્દાનુશાસન સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ છે જેની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. અપભ્રંશનું વ્યાકરણ ધરાવતો આ એક માત્ર ગ્રંથ છે.

                                               

સુદર્શન ગદ્યાવલિ

સુદર્શન ગદ્યાવલિ એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો સુદર્શન અને પ્રિયંવદામાં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન પ્રગટ કરેલાં ગદ્યલખાણોનો સંગ્રહ છે. આ લખાણોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજસુધારણા તેમજ જીવનનાં બધા જ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરવામાં આવી છે.

                                               

હિંદુ ધર્મનું હાર્દ

હિંદુ ધર્મનું હાર્દ એ મહાત્મા ગાંધીના હિંદુ ધર્મ પરના વિચારોનું સંકલન કરતું પુસ્તક છે. ૨૧૮ પાનાંના આ પુસ્તકને નવજીવન પ્રકાશન દ્વારા ૧૯૮૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને અંગ્રેજીમાં આ પુસ્તકનો અંગ્રજી અનુવાદ વી. બી. ખેરે ધી એસેન્સિયલ્સ્ ઑફ હિન્દુઈઝમ્ શિર્ષક હેઠળ કર્યો હતો. ૨૦૧૮ સુધી, આ પુસ્તકની દસ હજાર નકલ વેચાઈ હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →