Back

ⓘ આરોગ્ય - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેતુ, વૈશ્વિક આરોગ્ય, એપ્રિલ ૭, દાહોદ જિલ્લો, આંગણવાડી, જાંબુડા, તા. જામનગર, લાખાબાવળ, મે ૧૭, મે ૮, મોલી, મોટી, તા. ઉના, નેતિ ..                                               

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સરકાર દ્વારા ગામના તથા આજુબાજુના ગામો ને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે ચલાવવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં દાક્તર, પરિચારિકા, પટાવાળાની ટીમ કાર્ય કરે છે, આ ઉપરાંત અહીં ડ્રાઈવર સાથેની એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત હોય છે. અમુક કેન્દ્રોમાં ફાર્માસીસ્ટ તેમ જ લેબોરેટરી આસિસ્ટન્ટ પણ કાર્ય કરે છે.

                                               

આરોગ્ય સેતુ

આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન, ફેલાવાની જાણકારી તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની મોબાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો હેતુ ભારતની જનતામાં જાગૃતિ ફેલાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે તેમને જોડવાનો જણાવવામાં આવ્યો છે. આ એક ટ્રેકિંગ એપ્લિકેશન છે, જે કોરોનાવાયરસ ચેપ વિશે માહિતી મેળવવા માટે સ્માર્ટફોનની જીપીએસ અને બ્લૂટૂથ સુવિધાઓનો ઉપયોગ કરે છે. આરોગ્ય સેતુ એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે ઉપલબ્ધ છે. બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ તેના ડેટાબેઝમાં ...

                                               

વૈશ્વિક આરોગ્ય

વૈશ્વિક આરોગ્ય વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે. દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે. તેની વ્યાખ્યામાં ‘વિશ્વના તમામ લોકો માટે આરોગ્યમાં સુધારો કરવા અને આરોગ્યમાં સમાનતા હાંસલ કરવાની પ્રાથમિકતા આપતા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે.’ તેથી, વૈશ્વિક આરોગ્ય એટલે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર વિશ્વભરમાં આરોગ્યમાં સુધારો, અસમાનતામાં ઘટાડો અને વૈશ્વિક જોખમો સામે સુરક્ષા છે. માનસિક આરોગ્યના ક્ષેત્રને આ સિદ્ધાંતો લ ...

                                               

એપ્રિલ ૭

૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું. ૨૦૦૧ – "માર્સ ઓડિસી"Mars Odyssey નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૦૬ – નેપલ્સમાં માઉન્ટ વિસુવિયસ જવાળામુખી ફાટી નિકળ્યો. ૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ કોમ્પ્યુટર જાહેર કર્યું. ૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા WHOનું ગઠન કરાયું. ૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.

                                               

દાહોદ જિલ્લો

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો રેફરલ હેલ્થ સેન્ટર, ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ્રાયમરી હેલ્થ સેન્ટર, ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

                                               

આંગણવાડી

આંગણવાડી અથવા બાલમંદિર પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.

                                               

જાંબુડા (તા. જામનગર)

જાંબુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. જાંબુડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દતક લેવાયું છે.

                                               

લાખાબાવળ

લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લાખાબાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે.

                                               

મે ૧૭

૧૮૬૫ – "આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન"International Telegraph Union જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ International Telecommunication Unionમાં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ. ૧૭૯૨ – ન્યુયોર્ક શેર બજારની રચના થઇ. ૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ સમલૈંગિકતા Homosexualityને પોતાના માનસિક બિમારીની યાદીમાંથી દુર કરી.

                                               

મે ૮

૧૮૮૬ – ઔષધશાસ્ત્રી જોહન પેમ્બરટનેJohn Styth Pemberton કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" Coca-Colaના નામે પ્રસિધ્ધ થયું. ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા Smallpoxનાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું. ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.

                                               

મોલી (મોટી) (તા. ઉના)

મોલી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

બોરડી (તા. ધારી)

બોરડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. બોરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, લસણ, ડુંગળી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

આંજણી (રોગ)

આંજણી એ એક આંખનો રોગ છે. આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રુપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે. આમ તો આ મોટો રોગ નથી, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે. આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિને બહારથી ચેપ લાગવાને કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસાવાને કારણે લાગી શકે છે. શરીરની નબળાઈ, શરીરની આંતરિક ગરમી, પિત્તરોગ એસિડીટી, કબજિયાત, મધુપ્રમેહની તકલીફવાળાને આ ચેપ જલ્દીથી લાગી શકે છે, પરિણામે વારંવાર આંજણી થાય છે.

                                               

આધાશીશી (રોગ)

આધાશીશી એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે. આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે. ઉનાળાના સમયમાં આ તકલીફ અવારનવાર થાય છે. આ સમય દરમિયાન ઉબકા, ઉલટી ઉપરાંત પ્રકાશ, ગંધ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા જેવાં લક્ષણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ આ પિત્તનો રોગ છે. પિત્ત વધે તેવો ખોરાક, ચિંતા, ગુસ્સો, માનસિક તાણ તેમ જ વ્યસનના અતિરેક જેવાં કારણોને લીધે આધાશીશીનો રોગ લાગુ પડે છે. એક્યુપંકચર આ રો ...

                                               

એપ્રિલ ૨૫

૧૯૬૧ – રોબર્ટ નોયસRobert Noyceને ઇન્ટિગ્રેટેડ સર્કિટ integrated circuit માટેનાં સર્વહક્કો patent પ્રદાન કરાયા. ૨૦૦૩ – માનવ સંજનીન યોજના Human Genome Project, ૨.૫ વર્ષ પછી અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ. ૧૯૦૧ – ન્યુયોર્ક અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની લાઇસન્સ પ્લેટ જરૂરી બનાવાઇ. ૧૯૩૯ – બેટમેન ચિત્રકથા Batman, નું પ્રકાશન કરાયું. ૧૯૮૩ – પાયોનિયર-૧૦ અવકાશયાન યમની ભ્રમણકક્ષાને પાર કરી ગયું. ૧૯૯૦ – અવકાશયાન ડિસ્કવરી દ્વારા,હબલ સ્પેશ ટેલિસ્કોપને તેની ભ્રમણકક્ષામાં ગોઠવાયું. ૧૯૫૩ – ફ્રાન્સિસ ક્રિકFrancis Crick અને જેમ્સ ડી.વોટસન James D. Watson દ્વારા ડીએનએDNAનાં દ્વિ આવર્તdouble helix બં ...

                                               

એબીઓ રક્તસમુહ પ્રણાલી

એબીઓ રક્તસમુહ પ્રણાલી એ માનવ રક્તાધાનમાં અતિમહત્વની રક્તપ્રકાર પ્રણાલી છે. સંબંધીત એન્ટિ-એ એન્ટિબોડીઝ અને એન્ટિ-બી એન્ટિબોડીઝ એ મોટેભાગે આઇજીએમ એન્ટિબોડીઝ છે, જે મોટેભાગે જીવનનાં પ્રથમ વર્ષમાં પર્યાવરણીય પદાર્થોની સંવેદનશીલતા,જેમકે ખોરાક, જીવાણુઓ અને વિષાણુઓને કારણે ઉત્ત્પન થાય છે. એબીઓ રક્તસમુહ કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળે છે, ઉદા: ગાય અને ઘેટું અને ચિમ્પાન્ઝિ તેમજ ગોરીલા જેવા કેટલાક વાનરોમાં.

                                               

ચયાપચય

ચયાપચય એ જીવનને ટકાવવા માટે, જીવંત કોષોમાં થતી રસાયણિક પ્રતિક્રિયાઓની શૃંખલાઓ છે.આ પ્રક્રિયા અવયવોનાં વિકાસ અને પુનઃઉત્પાદન,તેની સંરચનાઓને ટકાવી રાખવા તથા તેના વાતાવરણને અનુકુળ થવા માટે જરૂરી છે.

                                               

નેતિ

નેતિ એ શટ્કર્મ, જે શરીર સફાઇ માટેની યોગીક પદ્ધતિ છે, એનો એક અગત્યનો હિસ્સો છે. નેતિનો મુખ્ય હેતુ નાક અને ગળા માં શ્વાસ ની અવરજવર ની પ્રક્રિયા સરળતા પુર્વક ચાલી શકે એ માટે સ્વછતા કરવાનો છે. હઠયોગ પ્રદિપિકા અને યોગ્ મેગેઝિન જેવા અન્ય સ્ત્રોતો નેતીને શરીર, મન અને વ્યક્તીત્વ મટે પણ ખુબજ ફાયદાસકારક જણાવે છે. નેતિ બે પ્રકારે થઇ શકે છે:

                                               

પ્રાથમિક સારવાર

કોઇ વ્યક્તિ રોગને કારણે કે ઇજાને થવાને કારણે અસ્વસ્થ થાય તે સમયે કોઇ સારવાર માટે અપ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા જે સામાન્ય ઉપાયો પ્રયોજવામાં આવે છે, એને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. આ સારવારનો હેતુ "હાજર સો હથિયાર" કહેવતની જેમ હાથવગાં તેમ જ ઓછામાં ઓછા સાધનો વડે કટોકટીગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સારવાર મળે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું નુકસાન થાય, એટલી વ્યવસ્થા કરવાનો હોય છે. પ્રાથમિક સારવાર સામાન્ય તેમ જ તાલિમી કે બિનતાલિમી વ્યક્તિઓ દ્વારા ઓછામાં ઓછા સાધનો વડે કરવામાં આવતો ઉપચાર છે. ક્યારેક ક્યારેક સમયસર મળેલી પ્રાથમિક સારવાર જીવનરક્ષક પણ સાબિત થાય છે. પ્રાથમિક સારવાર પશુ- પંખીઓને પણ આપી શકાય છે.

                                               

મધુપ્રમેહ

મધુપ્રમેહ એ પર્યાવરણ કે વંશાનુગત કારણોનાં મેળથી, ચયાપચયની ક્રિયાની ખામીને કારણે ઉત્પન થતો રોગ છે.જેનાં પરીણામ સ્વરૂપે રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. જે ઘટનાને શાસ્ત્રીયભાષામાં "હાઇપરગ્લાસેમિયા". કહે છે.

                                               

માર્ચ ૨૪

                                               

યોગશાસ્ત્ર

યોગની પ્રબળતા એ જ કર્મરૂપ લાકડાંને બાળવામાં અગ્નિની ગરજ સારે છે. યોગ સિઘ્રતાથી કર્મોને બાળે છે. નવીન કર્મબંધ થતો નથી તેથી જીવ મુક્તિ પામે છે. - શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્ર.

                                               

વામકુક્ષિ

હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર વામકુક્ષિ એટલે ડાબે પડખે આડા પડવું. આ એક સંસ્કૃત શબ્દ છે. વામ એટલે ડાબું અને કુક્ષિ એટલે પડખું. ભારત ખંડના સદીઓ પુરાણા આયુર્વેદ ના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે બપોર ના ભોજન પછીના સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું તેને વામકુક્ષી કહેવાય છે. જમ્યા પછી જાગતા રહીને આડા પડખે થવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. જમ્યા પછી આપણા શરીર માં રહેલી હોજરીને પ્રમાણમાં વધારે રક્ત ની જરૂર પડે છે. વામકુક્ષી કરવાથી હોજરીને જોઇતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ જ પાચક રસો પણ ઝરે છે. આમ, આરોગ્ય ની બાબતે વામકુક્ષિ ઉપકારક છે. વામકુક્ષિ કરતી વેળા જાગતા રહીને તેમ જ માત્ર અડધો કલાકના સમય ...

                                               

વિશ્વ ક્ષય દિન

સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે. ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વ ને લપેટમાં લીધું છે. આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી ય ...

                                               

વિશ્વ રક્તદાન દિવસ

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવેલ છે. જે એબીઓ રક્તસમુહ પ્રણાલી ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર નો જન્મ દિવસ હોવાથી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે. વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન blood transfusion માટે સુરક્ષિત રક્ત ની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

                                               

વિશ્વ હિમોફિલિયા દિવસ

વિશ્વ હિમોફિલિયા દિવસ એ આખા વિશ્વભરમાં દર વર્ષની સત્તરમી એપ્રિલ ના દિવસે હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી મનાવવામાં આવે છે. હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે. આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો ત્યારે આ રોગનાં દર્દીઓને સહાયભૂત થવાના હેતુથી ફ્રેંક સ્કૅનબલ નામની વ્યક્તિએ ઈ.સ. ૧૯૬૩ના વર્ષમાં વિશ્વ ફેડરેશન ઓફ હિમોફિલિયા ની સ્થાપના કરી, જ ...

                                               

વીર્ય દાન

વીર્ય દાન એ પુરુષ દ્વારા સ્વૈચ્છીક રીતે, જે સ્ત્રી સમાગમ સાથી ન ધરાવતી હોય કે સમાગમ સાથીની કોઈ સમસ્યા હોય છતાં ગર્ભધારણ કરવા ઈચ્છતી હોય તેમને, ગર્ભાધાન કરવામાં મદદ માટે કરાતું પોતાના વીર્યનું દાન છે. તેમના વિર્ય દાન વડે ઉત્પન્ન થયેલું બાળક જો કે કુદરતી કે જૈવિક રીતે તેનું જ સંતાન હોય છે છતાં મોટાભાગે, કાનૂની રીતે તે બાળકનો અધિકાર કે જવાબદારી તેની હોવી કે ન હોવી તે જે તે દેશના કાનૂનને આધિન હોય છે. રાજ્યોના કાયદાઓને આધિન,વીર્યદાન મહદાંશે વીર્ય બેન્ક કે નિશ્ચિત ચિકિત્સાલયો મારફત, દાન કરનાર અને સ્વિકારનારની ગુપ્તતાને ખાત્રીબંધ રાખી, કરાય છે.

                                               

વ્યાયામ

વ્યાયામ એ એક ગતિવિધિ છે જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, સ્વરક્ષણ પ્રણાલીને વધૂ જાગ્રત કરે છે અને હૃદય રોગ, રક્તવાહિની રોગ, ટાઇપ 2 મધુમેહ તથા મોટાપા જેવા રાજરોગોને રોકવામાં મદદ કરે છે. વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. કિશોરાવસ્થાનો મોટાપો એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વા ...

                                               

શરીર સંતુલન ચિકિત્સા

શરીર સંતુલન ચિકિત્સા શરીરની તંદુરસ્તી સારી રાખવા માટે અને શરીરને થયેલી તકલીફ દૂર કરી શકાય તે માટેની એક પધ્ધતિ છે. આ ચિકિત્સામાં વ્યક્તિને સાચી રીતે સુવા, બેસવા તેમ જ ઉભા રહેવાનું બતાવવામાં આવે છે. આ પધ્ધતિ મુજબ માનવી સુવા, બેસવા તેમ જ ઉભા રહેવામાં લગભગ દિવસનો લગભગ ૧૪ કલાકથી વધુ સમય વિતાવે છે. આ દરમ્યાન જો શરીર અસંતુલીત સ્થિતિમાં રહે તો તેનું સંતુલન ખોરવાય છે, આને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે અને પરિણામે શરીપર કોઇપણ બિમારી સવાર થઇ શકે છે. જો આ પધ્ધતિ પ્રમાણેની સાચી રીતે સુવા, બેસવા તેમ જ ઉભા રહેવાનું અપનાવી લેવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે અને શરીર નિરોગી ર ...

                                               

સિકલસેલ એનીમિયા રોગ

સિકલ સેલ એનીમિયા રોગ અથવા સિકલ સેલ રક્તાલ્પતા અથવા ડ્રીપેનોસાઇટોસિસ એક આનુવંશિક રક્ત વિકાર છે, જે એવા પ્રકારની લાલ રક્ત કોશિકાઓ દ્વારા ચરિતાર્થ થતો હોય છે જેનો આકાર અસામાન્ય, કઠોર તથા દાતરડાંના આકાર જેવો હોય છે. આ ક્રિયા કોશિકાઓના લચીલાપણાને ઘટાડે છે, જેના કારણે વિભિન્ન જટિલતાઓનું જોખમ ઉભું થાય છે. આ સિકલ સેલનું નિર્માણ, હીમોગ્લોબિન જીનમાં ઉત્પરિવર્તનના કારણે થાય છે. જીવન પ્રત્યાશામાં ઓછપ આવી જાય છે, એક સર્વેક્ષણ અનુસાર મહિલાઓની સરેરાશ જીવન અવધિ ૪૮ વર્ષ અને પુરુષોની સરેરાશ જીવન અવધિ ૪૨ વર્ષ જેટલી થઇ જતી હોય છે. સિકલ સેલ રોગ, સામાન્ય રીતે પર બાલ્યાવસ્થામાં ઉત્પન્ન થતો હોય છે અને પ્રાયઃ એવા ...

                                               

સ્પેનિશ ફ્લૂ

સ્પેનિશ ફ્લૂ કે ૧૯૧૮નો ફ્લૂ રોગચાળો એ ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો હતો જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના રોગચાળાઓમાંનો પહેલો હતો. પ્રશાંત ટાપુઓ અને આર્કટિકના દૂરના ઇલાકાઓ સમેત દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો આ બીમારીથી પીડિત હતા અને તેમને વચ્ચે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા એટલે કે દુનિયાની કુલ વસ્તી ની ત્રણ થી પાંચ ટકાવારી. તેથી આ માનવ ઇતિહાસની સૌથી પ્રાણઘાતક કુદરતી આફતોમાંની એક હતી. યુદ્ધ દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો જર્મની, બ્રિટેન, ફ્રાંસ અને અમેરિકામાં ઘટાડો કરીને જાહેર કર્યા; જ્યારે સ્પેનમાં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કાર ...

                                               

હોમિયોપેથી

હોમિયોપેથી અથવા સમચિકિત્સાવિજ્ઞાન એ એક ચિકિત્સાવિજ્ઞાન છે, કે જેને તેના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનમાનના નામ પરથી હૉનમાનની ચિકિત્સાપદ્ધતિ પણ કહેવામાં આવે છે. તે ઍલોપથી અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. ગ્રીક શબ્દ homois અને pathos પરથી તેનું નામ હોમિયોપેથી આપવામાં આવ્યું છે.

                                               

હોસ્પિટલ

આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે. સંબંધિત તાજેતરના સમય સુધી, તેનો ઐતિહાસિક અર્થ "મહેમાનગતિ માટેનું સ્થાન" હતો, ઉદાહરણ તરીકે નિવૃત્ત સૈનિકને સ્થાન આપવા માટે 1681માં ચેલ્સિયા રોયલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. આજે હોસ્પિટલોને જાહેર સાહસો, આરોગ્ય સંસ્થાઓ નફા માટે કે નહીં નફા માટે, આરોગ્ય વીમા કંપનીઓ અથવા પ્રત્યક્ષ સખાવતી દાન સહિતની સખાવતી સંસ્થાઓ દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવે છે. આમ છતાં, ઐતિહાસિક રીતે, હોસ્પિટલો ઘણી વાર ધાર્મિક આદેશો અ ...

                                               

આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ

આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે. દાયણોmidwivesસુવાવડ કરાવનાર નર્સ બહેનોનાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય દાયણ સંઘની પરીષદમાં,કરાયેલ.

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ
                                               

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ, દર વર્ષે મે ૧૨ના રોજ પુરી દુનિયામાં, સમાજ તરફનાં પરીચારિકાઓ નાં કિંમતી યોગદાનની યાદગીરી અને આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ,દયાની દેવી તરીકે પ્રસિદ્ધ થયેલ બ્રિટિશ પરીચારિકા ફ્લોરેન્સ નાઇટિંગલનાં જન્મદિને ઉજવાય છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →